Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વરસાદ રોકાતાં અમરનાથ યાત્રા ફરી શરૂ

અમરનાથ યાત્રાને ભારે વરસાદના કારણે થોડાક કલાકો માટે રોકી દેવામાં આવ્યા બાદ ફરીવાર યાત્રા શરૂ થઇ ગઇ છે. હવામાનમાં સુધારો થતાં તથા વરસાદમાં બ્રેક મુકાતા બાલતાલથી અમરનાથ યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આગાઉ ભારે વરસાદના લીધે શ્રદ્ધાળુઓને આગળ જતાં રોકી દેવામાં આવ્યા હતા. ગંદરબાલના એસએસપી ફયાઝ અહેમદ લોને માહિતી આપતા કહ્યું છે કે, અમરનાથ યાત્રા ફરી શરૂ થઇ ચુકી છે. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવાના નિર્દેશ આપી દીધા છે. આ વખતે સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવી છે. ૨૯૯૫ શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો જમ્મુથી રવાના થયો હતો જેમાં ૧૦૯૧ યાત્રી બાલતાલ અને ૧૯૦૪ યાત્રી પહેલગામ સ્થિત બેઝ કેમ્પથી થઇને પવિત્ર ગુફાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. બુધવાર રાતથી જ ભારે વરસાદ થયો હતો. વરસાદ વચ્ચે તીર્થયાત્રીઓ નુનવાન પહેલગામ બેઝકેમ્પથી ચંદનવાડી માટે રવાના થયા હતા. જમ્મુના બેઝકેમ્પથી મહિલાઓ, બાળકો અને સંતો સમેત ૩૦૦૦ શ્રદ્ધાળુઓનો કાફલો બુધવારે સાંજે પહેલગામ અને બાલતાલ પહોંચી ગયો હતો. બુધવારના દિવસે સઘન સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે બાલટાલ અને પહેલગામ બંને જગ્યાએ સ્થિતી ખરાબ થઇ છે. જેથી શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી રહી ન હતી પરંતુ હવે સ્થિતિ સુધારતા શ્રદ્ધાળુઓ ફરી એકવાર રવાના થયા છે. પ્રતિકુળ સંજોગો હોવા છતાં અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગઇકાલે બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જોડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે. પ્રથમ વખત અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે ખાસ ડ્રોન કેમેરા ગોઠવી દેવાયા છે. જમ્મુથી કેમ્પ માટે રવાના થનાર શ્રદ્ધાળુઓના દરેક જથ્થાની સાથે આશરે ૧૫ બટાલિયન ફોર્સ અને ૯૦ ડ્રોન કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. એક જથ્થામાં ૫૦ કેમેરા રાખવામાં આવ્યા છે. શ્રીનગરથી રવાના થનાર દરેક જથ્થામાં શ્રદ્ધાળુઓની સંખ્યાના આધાર ઉપર ૧૦થી ૧૫ બટાલિયન ફોર્સને તૈનાત કરવામાં આવી છે. દરેક બટાલિયનને પાંચથી છ ડ્રોન કેમેરા આપવામાં આવ્યા છે.

Related posts

महाराष्ट्र में NCP ने कांग्रेस से मांगी बराबर सीटें, नेता बोले : अब परिस्थितियां बदल चुकी है

aapnugujarat

હિન્દુ રામ જન્મભૂમિ પર પોતાનો દાવો ક્યારેય નહીં છોડેઃ સીએમ યોગી

aapnugujarat

मेवाड़ राज घराने की संपत्ति का होगा बंटवारा

editor

Leave a Comment

UA-96247877-1