Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમના પદ વગર કોંગ્રેસ ગઠબંધનમાં જોડાઈ શકે છેગુલામ નબીના નિવેદનથી કોંગ્રેસમાં નિરાશા

સામાન્ય ચૂંટણી પહેલા ભલે એક તબક્કામાં મતદાન બાકી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તો બહુમતિ ન મળવાની સ્થિતીમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે. એટલુ જ નહીં કોંગ્રેસે કહ્યુ છે કે જો તેને ગઠબંધનમાં પીએમ પદ નહીં મળે તો પણ તેને કોઇ સમસ્યા રહેશે નહીં. કોંગ્રેસે આ નિવેદન કરીને સંકેત આપી દીધા છે કે, સામાન્ય ચૂંટણીના પરિણામને લઇને તેને કોઇ વધારે ઉત્સાહજનક પરિણામ દેખાઈ રહ્યા નથી. ભાજપને રોકવાની કિંમત પર ગઠબંધનમાં મોટા ત્યાગ માટે પણ તૈયાર છે. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે પાર્ટીના એકમાત્ર ઉદ્ધેશ્ય એનડીએ સરકારને કેન્દ્રમાં ફરી એકવાર આવવાથી રોકવા માટેનો છે. આઝાદે કહ્યુ હતુ કે અમે પહેલા જ વલણ સ્ષષ્ટ કરી ચુક્યા છીએ. જો કોંગ્રેસની તરફેણમાં સહમતિ બને છે તો અમે નેતૃત્વ કરવા માટે તૈયાર થઇશુ. પરંતુ અમારો ઉદ્ધેશ્ય હમેંશા એ રહ્યો છે કે એનડીએની સરકારની સત્તામાં વાપસી થઇ શકે નહીં. અમે સર્વસંમતિ સાથે લેવામાં આવેલા નિર્ણય સાથે આગળ વધીશુ. કોંગ્રેસ લીડરના નિવેદન આ બાબતના સંકેત છે કે પાર્ટી સામાન્ય ચૂંટણીમાં પરિણામને લઇને વધારે ઉત્સાહિત નથી. સાથે સાથે ભાજપને રોકવા માટે કોઇ પણ કિંમતમાં ગઠબંધનમાં મોટા ત્યાગ માટે તૈયાર છે. કોંગ્રેસના મહાસચિવે કહ્યુ હતુ કે જ્યાં સુધી અમને પીએમ પોસ્ટ માટે કોઇ વાત કરવામાં ન આવે ત્યાં સુધી અમે આ મુદ્દા પર કોઇ વાત કરીશુ નહીં. કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહે હાલમાં કહ્યુ હતુ કે જો તેને સામાન્ય ચૂંટણીમાં જીત માટે વિશ્વાસ છે તો તે પીએમ પદના ઉમેદવાર માટે નામની જાહેરાત કરી શકે છે. થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીને બહુમતિ મળવાની કોઇપણ શક્યતા નથી. એક ઇન્ટરવ્યુ દરમિયાન કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર બની શકે છે પરંતુ કોંગ્રેસ વડાપ્રધાન પદ મેળવવા માટે ઇચ્છુક નથી.કપિલ સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, જો કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં ૨૭૨ સીટો મળે છે તો રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવી શકાય છે.
આજે ગુલામ નબી આઝાદે નિવેદન કરીને સંકેત આપી દીધા છે કે, કોંગ્રેસમાં કોઇ સારી આશા દેખાઈ રહી નથી. કોંગ્રેસ પાર્ટી ભાજપને રોકવા કોઇ મોટા બલિદાન માટે તૈયાર છે.

Related posts

પેટીએમ મોલમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ

aapnugujarat

હરિયાણામાં ૧૦ વર્ષની છોકરી સાથે ગેંગ રેપ

editor

કેન્દ્રીય કર્મચારીઓ એલટીસી પર વિદેશ યાત્રાએ જઈ શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1