Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓ એલટીસી પર વિદેશ યાત્રાએ જઈ શકશે

લાખો કેન્દ્રીય કર્મચારીઓને તહેવારના પ્રસંગે મોદી સરકાર ગિફટ આપી શકે છે. કેન્દ્ર સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ જવાનો માર્ગ ખોલી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબી ચર્ચા વિચારણા બાદ આ પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. જોકે કેન્દ્રીય કર્મચારીઓ એલટીસી પર કયા કયા દેશોની યાત્રાએ જઇ શકશે તે સરકાર નક્કી કરશે. શરૂઆતમાં ૧૦ દેશોમાં ફરવા જવાની મંજૂરી આપવામાં આવશે. ડીઓપીટીના જણાવ્યા અનુસાર આ સુવિધા કયારથી અને કયા દેશો માટે મળશે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ નક્કી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને હવે એલટીસી હેઠળ દૈનિક ભથ્થુ નહીં મળે. એલટીસી હેઠળ કર્મચારીઓને ટિકિટનું રિફંડ મળી શકશે.
હવે સ્થાનિક યાત્રાઓ પર થયેલા ખર્ચ અને કોઇ ઇમર્જન્સી ખર્ચને એલટીસી હેઠળ માન્ય રાખવામાં આવશે નહીં.

Related posts

પાકિસ્તાનના તો આપણે ત્રણ ટૂકડા કરી નાખવાની જરૂર છે : બાબા રામદેવ

aapnugujarat

मोदी ने मनामा के श्रीनाथजी मंदिर में प्रार्थना की

aapnugujarat

सालाना 10 लाख का कैश विड्रॉल करने पर देना पड़ सकता है टैक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1