Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પેટીએમ મોલમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ

વિજય શેખર શર્માના નેતૃત્વમાં વન૯૭ કોમ્યુનિકેશનની ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની પેટીએમ મોલની વાપસીને લઇને ચર્ચા વધુ તીવ્ર બની છે. પેટીએમ મોલ દ્વારા મોટાપાયે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક વર્ષમાં કારોબારને ૧૦૦૦૦ કરોડ સુધી લઇ જવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં પેટીએમ મોલ દ્વારા ૫૦૦થી વધુ બેક એન્ડ ટેક ટીમના સભ્યોની નિમણૂંક કરવામાં આવનાર છે. કંપની આગામી ૧૨ મહિનાના ગાળામાં ૧૦૦૦૦ કરોડ સુધી કારોબારને લઇ જવાની યોજના ધરાવે છે. કંપની દ્વારા તેના ઓનલાઈન માર્કેટ પ્લેસ બિઝનેસ કારોબારને બંધ કરવા માંગે છે તેવા અહેવાલ આવ્યા બાદ આ અહેવાલ આવ્યા છે. આ અહેવાલ આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. પેટીએમ મોલમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર અમિત સિંહાનું કહેવું છે કે, હજુ પણ વિદેશી કારોબાર ઉપર નજર રાખવામાં આવી રહી છે. કંપનીમાં વધુ એક ભૂમિકા પણ સોંપવામાં આવી શકે છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, પેટીએમ મોલ તેના ઓનલાઈન કારોબારને વધારે ઝડપી કરવા માંગે છે. દેશભરમાં નેટવર્કને ફેલાવવા માંગે છે. છેલ્લા છ મહિનાના ગાળામાં ૨૦૦ ટકાનો ઉલ્લેખનીય ગ્રોથ જોવા મળ્યા બાદ તેમાં તેજીનો માહોલ છે. છેલ્લા થોડાક સપ્તાહમાં કંપની દ્વારા બે એન્ડ પ્રોસેસને ઝડપી કરવા માટે ૨૦૦થી વધુ લોકોની ભરતી કરવામાં આવી છે. આગામી થોડાક મહિનામાં વધુ ૩૦૦ લોકોની ભરતી કરવામાં આવશે. કંપની ગ્રોસરીના ક્ષેત્રમાં પણ કારોબારને ફેલાવવાની ઇચ્છા ધરાવે છે. હાઈપર લોકલ ગ્રોસરી ડિલિવરીને મોટાપાયે આગળ વધારવા માંગે છે. ફ્રેશ પ્રોડ્યુશના ક્ષેત્રમાં પણ તેની આગેકૂચ કરવાની ઇચ્છા છે. રિટેલ સ્ટોર સહિતના કારોબારને પણ તે આગળ વધારવાની ઇચ્છા ધરાવે છે.

Related posts

કઠુઆ ગેંગરેપ : સુનાવણી પર ૭મી મે સુધી મનાઈહુકમ હશે

aapnugujarat

બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુર : ચાર દિવસમાં ૬૯ બાળકના થયેલા મોત

aapnugujarat

૨૦૧૬-૧૮ દરમ્યાન દેશમાં ૫૦ લાખ લોકોએ નોકરી ગુમાવીઃ રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1