Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કઠુઆ ગેંગરેપ : સુનાવણી પર ૭મી મે સુધી મનાઈહુકમ હશે

સમગ્ર દેશને હચમચાવી મુકનાર કઠુઆ ગેંગરેપ મામલાની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે ૭મી મે સુધી સ્ટે મુકી દીધો છે. બળાત્કાર અને હતયાકાંડની સુનાવણી ચંદીગઢમાં કરાવવા અને તેની તપાસ સીબીઆઈને સોંપવાની અરજી પર વિચારણા કર્યા બાદ આ મામલામાં કઠુઆમાં ચાલી રહેલી કાર્યવાહી પર શુક્રવારના દિવસે સુપ્રીમ કોર્ટે સાતમી મે સુધી સ્ટે મુકી દીધો હતો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની બેંચે કહ્યું હતું કે, આ કેસ ચંદીગઢ ખસેડવાની માંગ કરવામાં આવી રહી છે. પીડિતાના પિતાની અરજી અને આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવા માટે આરોપીઓની અરજી ઉપર સુનાવણી કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલાને આગળની સુનાવણી માટે ૭મી મેની તારીખ નક્કી કરી હતી. લઘુમતિ સમુદાયની આઠ વર્ષીય બાળકી ૧૦મી જાન્યુઆરીના દિવસે જમ્મુ ક્ષેત્રમાં કઠુઆના નજીકના ગામમાં પોતાના ઘરની પાસેથી લાપત્તા થઇ ગઇ હતી. એક સપ્તાહ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારના દિવસે ચેતવણી આપતા કહ્યું હતું કે, અમારી વાસ્તવિક ચિંતા મામલાની નિષ્પક્ષ સુનાવણીને લઇને છે. આમા થોડાકમાં પણ કમી આવશે તો જમ્મુ કાશ્મીરની સ્થાનિક કોર્ટની બહાર આ મામલાને ખસેડવામાં આવશે. બાળકીના પિતાએ પોતાના પરિવાર, પરિવારના સભ્યો અને પોતાના વકીલની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે આ તમામને પુરતા પ્રમાણમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટેનો આદેશ જારી કર્યો હતો. બીજી બાજુ સાંઝીરામ સહિત બે આરોપીઓ દ્વારા પણ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. આની સુનાવણી જમ્મુમાં જ કરાવવા માટે અલગથી અરજી દાખલ કરવામાં આવી હતી. કઠુઆ ગેંગરેપ મામલાને લઇને દેશભરમાં ભારે હોબાળો થઇ ચુક્યો છે. આ મામલામાં સીબીઆઈને તપાસ સોંપવાની માંગણી પણ ઉઠી રહી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. કઠુઆ ગેંગરેપને લઇને આરોપીઓને કઠોર સજા કરવાની માંગ પણ ઉઠી રહી છે. હવે આ મામલામાં તપાસને ચંદીગઢ ખસેડવાની માંગ ઉઠી રહી છે. સાતમી મેના દિવસે થનારી સુનાવણી ઉપર તમામની નજર રહેશે. આઠ વર્ષીય બાળકીને એક ઘરમાં રાખવામાં આવી હતી. એક સપ્તાહ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે બોલીવુડ સહિતના જુદા જુદા વર્ગના લોકો ટિકાટિપ્પણી કરવા માટે આગળ આવ્યા હતા. તપાસકર્તાઓના કહેવા મુજબ નવી ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી રહી છે. સાંઝીરામને આ ઘટનાની માહિતી ૧૩મી જાન્યુઆરીના દિવસે મળી હતી જ્યારે તેના ભત્રીજાએ ગુનાની કબૂલાત કરી હતી.

પુત્રને બચાવવા સાંઝીરામે હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને હત્યાના મામલામાં ચાલી રહેલી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. ઘટનાના આરોપી પૈકી એક સાંજીરામે પુછપરછ દરમિયાન પોલીસને કહ્યું છે કે, તેને બાળકીના અપહરણના ચાર દિવસ બાદ તેની સાથે બળાત્કાર અંગેની માહિતી મળી હતી. બળાત્કારમાં પોતાના પુત્રની સંડોવણી હોવાની માહિતી મળ્યા બાદ તેના દ્વારા બાળકીની હત્યા કરવાનું કાવતરુ ઘડી કાઢવામાં આવ્યું હતું. ૧૦મી જાન્યુઆરીના દિવસે અપહરણ કરાયેલી બાળકી ઉપર સાંજીરામના કિશોર ભત્રીજાએ બળાત્કાર ગુજાર્યો હતો. ૧૭મી જાન્યુઆરીએ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોર ઉપરાંત સાંજીરામ, તેમના પુત્ર વિશાલ અને પાંચ અન્યોને આરોપી બનાવવામાં આવ્યા હતા. બાળકીને એક નાના મંદિરમાં રાખવામાં આવી હતી. સેવાદાર તરીકે સાંજીરામ આમા કામ કરતો હતો.
સાંજીરામના વકીલ અંકુશ શર્માએ તપાસકારો દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના દાવા અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, પોતાની બચાવ રણનીતિ અંગે તેઓ કોઇ વાત કરશે નહીં. કોર્ટમાં જ આ અંગેની વાત કરવામાં આવશે.

Related posts

पीओके भारत का हिस्सा बनेगा एक दिन : एस जयशंकर

aapnugujarat

વિજય માલ્યાને ફટકોઃ સ્વિસ એકાઉન્ટો સીલ

aapnugujarat

મોનસુનની પ્રગતિ, અન્ય પરિબળ વચ્ચે બજારમાં ઉથલપાથલ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1