Aapnu Gujarat
મનોરંજન

સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇ દુવિધા

અભિનેતા અજય દેવગન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની સાથે મળીને કોઇ ફિલ્મને લઇને હમેંશા ચાહકોને ઉત્સુકતા રહે છે. કારણ કે ચાહકો સારી રીતે જાણે છે કે આ બંનેની જોડી રોમાંચક અને મનોરંજન ફિલ્મ આપી શકશે. જો કે હવે જાણવા મળ્યુ છે કે રોહિત શેટ્ટી અને અજય દેવગન એક સાથે બે ફિલ્મ પર સાથે કામ કરવા જઇ રહ્યા છે. રોહિત શેટ્ટી અને અજય દવગન હવે સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મ કરવા જઇ રહ્યા છે. જો કે બંને ફિલ્મો પૈકી પ્રથમ કઇ ફિલ્મ બનાવવામાં આવનાર છે તેને લઇને દુવિધા છે. હાલમાં મિડિયા ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યુહતુ કે રોહિત શેટ્ટી સિંઘમ-૩ તેમજ ગોલમાલ-૫ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બંને ફિલ્મમાં અજય દેવગન પણ હિસ્સો તરીકે રહેનાર છે. જો કે અજય દેવગનના કહેવા મુજબ હાલમાં કેટલીક દુવિધા છે. પહેલા સિંઘમ-૩ બનાવવામાં આવનાર છે કે પછી ગોલમાલ-૫ ફિલ્મ બનશે તેને લઇને ભારે દુવિધા છે. રોહિત શેટ્ટી હાલમાં કોઇ તારણ પર પહોંચી શક્યા નથી. કામના મોરચાની વાત કરવામાં આવે તો હાલમાં અજય દેવગન પોતાન ફિલ્મ તનાજી ધ ગ્રેટ વોરિયર નામની ફિલ્મના શુટિંગમાં પણ વ્યસ્ત છે. તે રોહિત શેટ્ટીની જ ફિલ્મ સુર્યવંશીના શુટિંગમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડર રોલમાં નજરે પડનાર છે. અજય દેવગનને એક એક્શન સ્ટાર તરીકે જોવામાં આવે છે. તેની એક્શન ફિલ્મો હમેંશા ચાહકોને પસંદ પડે છે. રોહિત શેટ્ટી અક્ષય કુમારની ફિલ્મને બનાવી લીધા બાદ અન્ય ફિલ્મની શુટિંગમાં આગળ વધનાર છે. અજય દેવગન અને રોહિત શેટ્ટી વચ્ચે મિત્રતા ક્યારેય ઓછી થઇ નથી. બંને રોજ મળતા રહે છે.

Related posts

બિનપરંપરાગત ફિલ્મો સદા સુરક્ષિત રાખે છે : આયુષમાન

aapnugujarat

अनु मलिक पर लगे सेक्शुअल हैरसटमें के आरोप सच हैः अलीशा चिनॉय

aapnugujarat

રશ્મિકા મંદાના સાથે જોડાયેલા મેનેજરે જ તેને ₹80 લાખનો ચૂનો ચોપડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1