Aapnu Gujarat
મનોરંજન

રશ્મિકા મંદાના સાથે જોડાયેલા મેનેજરે જ તેને ₹80 લાખનો ચૂનો ચોપડ્યો

એક્ટ્રેસ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) હાલ એક્ટર અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રશ્મિકા મંદાના સાથે છેતરપિંડી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લાંબા સમયથી રશ્મિકાના મેનેજર તરીકે કામ કરતાં શખ્સે તેની સાથે કથિત રીતે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જે બાદ તેને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. હાલમાં જ મીડિયામાં આવેલા એક અહેવાલ અનુસાર, આ ઘટના બાદ રશ્મિકા મંદાનાએ તાત્કાલિક ધોરણે મેનેજરને કાઢી મૂક્યો છે. આ મેનેજર તેના કરિયરની શરૂઆતથી તેની સાથે જોડાયેલો હતો.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, રશ્મિકાના મેનેજરે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ઘટના પર ખબર લખાઈ ત્યાં સુધી તો રશ્મિકાની કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, “રશ્મિકા સાથે તેના મેનેજરે જ 80 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. રશ્મિકા આ મુદ્દે ઉહાપોહ થાય તેવું નહોતી ઈચ્છતી એટલે જ તેણે મેનેજરને કાઢી મૂકીને આ મામલો નિપટાવી દીધો છે.”
રશ્મિકા મંદાનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ છે. ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. હાલ રશ્મિકા ‘પુષ્પા’ની સિક્વલ ‘પુષ્પા:ધ રૂલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે શ્રીવલ્લીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં અલ્લુ અર્જુન છે.

થોડા મહિના પહેલા જ એક ફેને ટ્વિટર પર રશ્મિકાને વિનંતી કરી હતી કે, તે શ્રીવલ્લીના પોતાના પાત્રને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવે. ફેનના ટ્વિટ પર જવાબ આપતાં તેણે લખ્યું હતું કે, તેને પણ આશા છે કે તેનું પાત્ર મજબૂત હશે. ફિલ્મનો પહેલો ભાગ તેલુગુમાં શૂટ કરવામાં આવ્યો હતો. બાદમાં ડબ કરીને હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરાઈ હતી. અલ્લુ અર્જુનની પહેલી ફિલ્મ હતી જે એકસાથે પાંચ ભાષામાં રિલીઝ થઈ હતી.

Related posts

મનીશ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે

aapnugujarat

अजय की फिल्म ‘मैदान’ की शूटिंग शुरू

aapnugujarat

વેબ સીરિઝ ‘બૉમ્બે બેગમ’ ડ્રગ્ઝ સેવનને પ્રોત્સાહન નથી આપતી : પૂજા ભટ્ટ

editor

Leave a Comment

UA-96247877-1