Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીડબલ્યુડી કૌભાંડ : કેજરીવાલ અને અન્યો સામે ત્રણ કેસ દાખલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે મોટો ફટકો પડ્યો હતો. ભારે ચર્ચા જગાવનાર પીડબલ્યુડી કૌભાંડમાં કેજરીવાલ અને અન્યો સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધાર પર ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ અભિલાષ મલ્હોત્રાએ રાહુલ શર્મા પર ખતરાના સંદર્ભમાં ખાતરી કરવા આસીસ્ટન્ટ કમિશનર એસીબીને આદેશ કર્યો છે. કોર્ટે માહિતી આપી છે કે, ૮મી મેના દિવસે તેની પોતાનીરીતે એસીબી દ્વારા ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કેજરીવાલની સામે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી ચુકી છે. તેમની તકલીફ વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એસીબી દ્વારા આજે દિલ્હીની એક અદાલતમાં આ અંગેની માહિતી આપી હતી. કેજરીવાલની સામે આ એફઆઈઆર પીડબલ્યુડી કૌભાંડ સાથે સંબંધિત છે. મામલામાં ફરિયાદ કરનાર રાહુલ શર્માએ મેજિસ્ટ્રેટ અભિલાષ મલ્હોત્રાની કોર્ટને કહ્યું હતું કે, બે વણઓળખાયેલા બાઇક સવારોએ તેમના ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ કોર્ટે શર્મા ઉપર રહેલા ખતરાના સંદર્ભમાં ધ્યાન આપવા કહ્યું હતું. રોડ્‌સ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક શર્માએ દિલ્હીમાં માર્ગો અને સિવર લાઇનો માટે કરારની મંજુરી આપવામાં અનિમિયતતાને લઇને કેજરીવાલ, તેમના સંબંધી સુરેન્દ્ર બંસલ અને એક લોકસેવકની સામે એફઆઈઆર દાખલ કરી હતી. કેજરીવાલ તાજેતરના સમયમાં ભારે વિવાદના ઘેરામાં રહ્યા છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર થયા બાદ અને દિલ્હીમાં એમસીડીની ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર થયા બાદ કેજરીવાલ સામે પાર્ટીની અંદરથી પણ અસંતોષનું મોજુ ફરી વળ્યું છે.

Related posts

नहीं बदलेंगे मोबाइल पोर्टेबिलिटी के नियम

aapnugujarat

नोटबंदी से आतंकी गतिविधियां कम हुई : वित्त मंत्री अरुण जेटली

aapnugujarat

નોઇડામાં બે આતંકવાદીઓ ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1