Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મત ગણતરીને લઇ ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ

લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થવા આડે હવે માત્ર બે તબક્કાની ચૂંટણી બાકી રહી ગઇ છે. આવી સ્થિતીમાં મતગણતરીની તૈયારી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતીમાં ચૂંટણ પંચ સંપૂર્ણપણે કામમાં વ્યસ્ત છે.
ચૂંટણી પંચે આ વખતે મતગણતરીમાં પાંચ ગણી વધારે વીવી પેટ મશીનની સ્લીપના ઇવીએમ મતની સાથે મેચ કરવા માટે તૈયારી કરી લીધી છે. ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યુ છે કે ઇવએમના મત અને વીવીપેટ સ્લીપમાં જો કોઇ ખામી રહેશે તો સ્લીપની ગણતરીને ગેરકાયદે ગણવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં વીવીપેટની સ્લીપને ઇવીએમના મતની સાથે મેચ કરવા માટે પ્રથમ વખત વ્યવસ્થા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ વ્યવસ્થા અમલી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભા ચૂંટણીમાં ગણગણતરી દરમયાન દરેક વધાનસભા ક્ષેત્રમાંથી એક મતદાન કેન્દ્રની વીવીપેટ સ્લીપના મેચ કરવામાં આવ્યા હતા. ટોપની કોર્ટના ચુકાદા બાદ હવે લોકસભા ચૂંટણીની મતગણતરીમાં પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ મતદાન કેન્દ્રના વીવીપેટ સ્લીપને ઇવીએમ મત સાથે મેચ કરવામાં આવનાર છે. નાયબ ચૂંટણી કમીશનર સુદીપ જૈન પહેલાથી જ કહી ચુક્યા છે કે આ વખતે મત ગણતરીમાં પાંચ ગણી વધારે વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવનાર છે. જેથી ચૂંટણી પરિણામમાં આશરે ચાર કલાક સુધીનો વિલંબ થઇ શકે છે. ચાર તબક્કામાં લોકસભાની ચૂંટણી થઇ રહી છે જે પૈકી હજુ સુધી પાંચ તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. હવે છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થનાર છે. પંચે સાત તબક્કાની ચૂંટણી માટે ૧૦.૩૫ લાખ પોલીંગ સ્ટેશન બનાવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૪માં પોલીંગ સ્ટેશનની સંખ્યા ૯.૨૮ લાખ જેટલી હતી. આ ચૂંટણીમાં આશરે ૩૯.૬ લાખ ઇવીએમ અને ૧૭.૪ લાખ વીવીપેટ મશીન રહેલી છે જેમાં રિઝર્વ પણ સામેલ છે. ચૂંટણી પંચના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ઇવીએમના મત અને વીવીપેટની સ્લીપને મેચ કરવાના મામલે કોઇ ખામી રહેશે તો વીવીપેટની સ્લીપને અયોગ્ય ગણવામાં આવનાર છે. જો કે પંચે સાફ શબ્દોમાં કહ્યુ છે કે હજુ સુધી મતગણતરી દરમિયાન ઇવએમ અને વીવીપેટ સ્લીપના મેચિગમાં કોઇ ખામી સપાટી પર આવી નથી. ઇવીએમને લઇને કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ફરી એકવાર આ મુદ્દો હાલમાં ગરમ બન્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં હાલમાં વિરોધ પક્ષોની માંગણીને ફગાવી દીધી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે હાલમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરૂપે ઇવીએમ મુદ્દે ૨૧ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી સાથે સાથે પોતાના અગાઉના આદેશમાં કોઇ સુધારો કરવાનો પણ ઇન્કાર કર્યો હતો.સુપ્રીમ કોર્ટે ઇવીએમ સાથે વીવીપેટ સ્લીપને મેચ કરવાની માંગ કરતી તમામ દલીલોને ફગાવી દીધી હતી. વિરોધ પક્ષો દ્ધારા અરજી કરીને કેટલીક તર્કદાર દલીલો કરી હતી. સુપ્રીમ કોર્ટે હતુ કે તે પોતાના અગાઉના આદેશમાં કોઇ સુધારો કરવા માટે તૈયાર નથી.
સુપ્રીમ કોર્ટે અગાઉ દરેક વિધાનસભાના પાંચ બુથોના ઇવીએમને વીવીપેટ સાથે જોડાણને લઇને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપ્યો હતો. આ આદેશમાં કોઇ સુધારો કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો. આ અરજીને ટીડીપી અને કોંગ્રેસ સહિત ૨૧ વિપક્ષી પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.આ પક્ષની માંગણી છે કે ૫૦ ટકા વીવીપેટ સ્લીપને ઈવીએમ સાથે મેચ કરવાનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે. સુનાવણી દરમિયાન ચંદ્રબાબૂ નાયડુ, ડી.રાજા. સંજય સિંહ અને ફારુક અબ્દુલા કોર્ટમાં હાજર હતા.

Related posts

५ हजार करोड़ के घोटाले में गगन धवन आखिर गिरफ्तार

aapnugujarat

Coal scam case: Delhi court orders framing of charges against Naveen Jindal and 4 others

aapnugujarat

जम्मू-कश्मीर में लाएंगे अलग वजीर-ए-आजम की व्यवस्था : उमर अब्दुल्ला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1