Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છઠ્ઠા તબક્કામાં ૫૯ પૈકીની ૪૪ બેઠકો જીતી હતી

લોકસભા ચૂંટણીમાં હજુ સુધી બે તબક્કામાં મતદાન બાકી છે ત્યારે ચૂંટણી પંચે તમામ તૈયારી કરી લીધી છે. છેલ્લી લોકસભા ચૂંટણી ૨૦૧૪ની વાત કરવામાં આવે તો આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં છટ્ઠા તબક્કામાં જે સીટો રહેલી છે તે પૈકી ૪૪ સીટો જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૪માં ચારેબાજુ મોદીલહેર જોવા મળી હતી. આ વખતે મોદી લહેર દેખાઇ રહી નથી. જોકે ભારતીય જનતા પાર્ટીના લોકો દાવો કરી રહ્યા છે કે વર્ષ ૨૦૧૪ કરતા પણ મજબુત લહેર રહેલી છે. આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી અગાઉ કરતા વધારે સફળતા હાંસલ કરનાર છે. ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર વચ્ચે જોરદાર સપાટો બોલાવ્યો હતો ત્યારે એનડીએ દ્વારા કુલ ૪૬ સીટો જીતી લેવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન યોજાનાર છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ આ ૧૪ સીટો પૈકી ૧૨ સીટો જીતી લીધી હતી. જ્યારે તેના સાથી પક્ષ અપના દળે એક સીટ જીતી લીધી હતી. અન્ય એક લોકસભા સીટ સમાજવાદી પાર્ટીને મળી હતી. છેલ્લી લોકસભા ચૂંટણી બાદ રાજકીય સમકરણ બદલાઇ ગયા છે. વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી તેમાં ૪૦૩ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીએ ૩૨૫ સીટો જીત હતી. ભારતીય જનતા પાર્ટી ખુબ મજબુત સ્થિતીમાં છે. પરિણામ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. લોકસભાની ચુંટણીની ઉત્સુકતા અકબંધ રહી છે. છેલ્લી લોકસભાની ચુંટણી બાદ સ્થિતિ બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તેની તાકાત વધારી રહી છે. આ બંને પાર્ટીઓ હાથ મિલાવી ચુકી છે. અજીતસિંહના રાષ્ટ્રીય લોકદળ સાથે હાથ મિલાવવામમાં આવ્યા છે.
મહાગઠબંધનની રચના કરવામાં આવ્યા બાદ તેના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. વિધાનસભા ચુંટણીના બે વર્ષ બાદ યોજાયેલી પેટાચુંટણીમાં આ ગઠબંધને ભાજપને પરાજિત કરવામાં સફળતા મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશમાં પણ ચુંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું છે. મોદી ૨૦૧૪ના દેખાવનું પુનરાવર્તન કરવા કમર કસી ચુક્યા છે. હરિયાણાની તમામ ૧૦ લોકસભા સીટ ઉપર એકસાથે મતદાન થશે. છેલ્લી ચુંટણીમાં ભાજપે આ ૧૦ સીટો પૈકી સાતમાં જીત મેળવી હતી.

Related posts

Jio GigaFiber : 5 सितम्बर को होगा लॉन्च, फ्री मिलेगा 4K टीवी और सेट-टॉप बॉक्स

aapnugujarat

अब ट्रेनों में लगाई जाएगी एटीएम जैसी फूड वेडिंग मशीनें

aapnugujarat

રાહુલ ગાંધી છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના ૩૦ જિલ્લા ધમરોળનારા તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1