Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંત

હાઈ પ્રોફાઈલ લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. આની સાથે જ ૧૨મી મેના દિવસે યોજાનાર ચુંટણી માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. જુદા જુદા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પ્રચારના છેલ્લા દિવસે પૂર્ણ તાકાત લગાવી દીધી હતી. દેશના જુદા જુદા ભાગોમાં મતદારોને પ્રભાવિત કરવા રેલી અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને આજે ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે હરિયાણા, હિમાચલપ્રદેશ અને પંજાબમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે હરિયાણામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હિમાચલ અને ચંદીગઢમાં રેલીઓ યોજી હતી. કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાઢેરાએ ઉત્તર પ્રદેશમાં ચુંટણી પ્રચાર કરીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા. રવિવારના દિવસે મતદાન યોજાયા બાદ સાતમાં અને અંતિમ તબક્કામાં ૧૯મી મેના દિવસે મતદાન થશે. આજે તમામ ટોપના લોકોએ તમામ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે. ભાજપ તરફથી સ્મૃતિ ઇરાની, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓએ પૂર્ણ તાકાત લગાવી દીધી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પ્રચાર કર્યો હતો. સાત રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ પર હવે રવિવારના દિવસે મતદાન યોજાનાર છે. મતદારોને પ્રભાવિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદી આજે ત્રણ જગ્યાએ સભા કરી રહ્યા છે. મતદાનને લઇને પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવી સ્થિતીમાં કો પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતા પગલા પણ લેવામાં આવી રહ્યા છે. હજુ સુધી પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આની સાથે જ ૪૨૫ સીટ પર મતદાનન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હવે બાકીના બે તબક્કામાં ૧૧૮ સીટ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત મની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું.
ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ. ૬ મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે.૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થવા આવી છે હજુ સુધી પાંચ તબક્કામાં મતદાન યોજાઇ ચુક્યુ છે. હવે રવિવારના દિવસે યોજાનાર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવ્યા બાદ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બંગાળમાં તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Related posts

ભાજપના નેતાને દંડ ફટકારનાર લેડી સિંઘમ શ્રેષ્ઠાસિંહની બદલી

aapnugujarat

બિહારમાં માલગાડીનાં ૧૬ વેગન દુર્ઘટનાગ્રસ્ત થતાં ટ્રેન વ્યવહાર ઠપ

aapnugujarat

મહિલા અનામત બિલને કોંગ્રેસનું સમર્થન, ઝડપથી અમલ કરો : સોનિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1