Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છઠ્ઠા તબક્કાનાં મતદાન પહેલા પૂર્વાંચલમાં વોટ ટ્રાન્સફરની રાજનીતિ સપા-બસપાનો એક્શન પ્લાન

લોકસભાની ચૂંટણીનાં પાંચ તબક્કા પુર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશનો પૂર્વાંચલ વિસ્તાર રાજકિય સમરાંગણ બની ગયું છે. હવે પછીનાં બન્ને તબક્કાની લડાઇ કેન્દ્રની સત્તાનું ભવિષ્ય નક્કી કરશે. તેવામાં ભાજપ,કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધને તમામ તાકાત કામે લગાવી છે. સત્તાધારી ભાજપ પોતાનો કિલ્લો બચાવવા મહેનત કરી રહિ છે. બીજી તરફ કોંગ્રેસ પોતાનાં નવા રાજકિય સમીકરણ સાથે પૂર્વાંચલમાં રીએન્ટ્રી કરવાની કોશીશમાં છે. જ્યારે સપા-બસપા ગઠબંધન સામે પોતાનાં મતોને ટ્રાન્સફર કરવાની સૌથી મોટો પડકાર છે. જેનાં માટે અખિલેશ યાદવ અને માયાવતી બન્ને નેતાઓએ પોતાની નવી રણનિતી બનાવી છે.લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા અને સાતમાં તબક્કામાં ઉત્તર પ્રદેશની ૨૭ બેઠકો પર મતદાન થવાનું છે. ૨૦૧૪માં આ બેઠકોમાંથી ભાજપને ૨૬ અને સપાને એક બેઠક મળી હતી. આ વખતની કરો યા મરોની લડાઇમાં આ ૨૭ બેઠકો માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતીએ પોત-પોતાની વોટબેન્ક સાચવવા અને એકબીજામાં ટ્રાન્સફર કરવા માટે ખાસ રણનિતી બનાવી છે. જે અંતર્ગત અખિલેશ યાદવે બસપા ઉમેદવાર અને માયાવતીએ સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારને જીતાડવાનું બીડું ઝડપ્યું છે.બદલાયેલી રણનીતિ પ્રમાણે અખિલેશ યાદવ એવી બેઠકો પર ખાસ ધ્યાન આપી રહ્યા છે,જ્યાં બસપા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સપા અધ્યક્ષે છઠ્ઠા તબક્કાની સુલતાનપુર,પ્રતાપગઢ અને શ્રાવસ્તી જેવી બેઠકો પર એકલા હાથે બસપાનાં સમર્થનમાં પ્રચાર કર્યો છે. ત્યાં બીજી તરફ બસપા સુપ્રિમો માયાવતીએ ફૈઝાબાદ,બારાબંકી,ગોંડા અને બહરાઇચ જેવી તમામ બેઠકો પર સપા ઉમેદવારનાં પક્ષમાં જોરદાર પ્રચાર કર્યો છે.હકિકતે લોકસભા ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું ત્યારે જ રાજકિય પંડિતો વોટ ટ્રાન્સફરને લઇને આશંકા કરી રહ્યા હતાં. શરૂઆતનાં સમયમાં વોટીંગ ટ્રેન્ડ જોઇએ તો સપા-બસપાનાં મતો એકબીજમાં સરળતાથી ટ્રાન્સપર થતા દેખાયા. જો કે ચોથા અને પાંચમા ચરણનાં મતદાનમાં અનેક લોકસભા બેઠકો એવી છે. જેમાં સપા અને બસપાનાં મતો ટ્રાન્સફર થવામાં અનેક અડચણો નજરે પડતી હતી.આ વખતે અખિલેશ યાદવ અને માયાવતીએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો અને બન્ને નેતાઓ એકસાથે રેલીઓ કરવાની સાથે-સાથે અલગ-અલગ બેઠકો પર વ્યક્તિગત રીતે જનસભાઓ કરીને પોત-પોતાનાં વોટ ટ્રાન્સફર કરવાની રણનિતી બનાવી હતી. તેવામાં હવે જોવું એ રહ્યું કે સપા-બસપાની આ વોટ ટ્રાન્સફર કરવાની અને વોટબેન્ક સાચવવાની રણનીતિ કેટલી સફળ રહેશે.

Related posts

ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની સામે બીજી એફઆઈઆર દાખલ થઇ

aapnugujarat

चमकी बुखार से बच्चों की मौत रोकने के लिए गठित हो समिति : चिराग पासवान

aapnugujarat

बीमा कंपनियां बाढ़ प्रभावित क्षेत्रों में दावों के निपटान में लाएं तेजी : वित्त मंत्रालय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1