Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની સામે બીજી એફઆઈઆર દાખલ થઇ

સમગ્ર દેશને હચમચી મુકનાર પીએનબીને આવરી લેતા ફ્રોડના મામલે અનેકજગ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યાના એક દિવસ બાદ સીબીઆઇ દ્વારા હવે પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસના સંબંધમાં ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની સામે બીજી એફઆઇઆર દાખલ કરી હતી. સીબીઆઇના અધિકારીઓના કહેવા મુજબ ૧૩મી ફેબ્રુઆરીના દિવસે બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધાર પર આ નવલેસરથી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ૧૧૪ અબજ રૂપિયાના ફ્રોડના આક્ષેપ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઇએકહ્યુ છે કે પીએનબીને નુકસાન ૪૮ અબજ રૂપિયા અથવા તો ૪૮૮૬ કરોડનુ નુકસાન થયુ છે. સીબીઆઇ અને ઇડી બન્ને દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંક મહાછેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની સામે આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરૂવારના દિવસે જ હિરાકારોબારી નિરવ મોદી અને તેમના સગાસંબંધીઓ તથા અન્યો સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરી દેશભરમાં નિરવ મોદીના આવાસ અને અન્ય પ્રોપર્ટી ઉપર વ્યાપક દરોડા પાડ્યા હતા.
૧૧૩૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસના સંબંધમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોદીના મુંબઈમાં આવેલા કુર્લા ખાતેના આવાસ, કાલાઘોડા વિસ્તારમાં તેમના જ્વેલરી શો રુમ, બાંદરા અને લોઅર પારેલમાં આવેલી ત્રણ કંપનીઓ, ગુજરાતના સુરતમાં ત્રણ સ્થળો, ચાણક્યપુરીમાં મોદીના શો રુમ અને દિલ્હીમાં ડિફેન્સ કોલોની પર દરોડાની કાર્યવાહી એક સાથે હાથ ધરવામાં આવી હતી. ઇડીને શંકા છે કે, નિરવે બેંકિંગ સિસ્ટમ સાથે ઉચાપત કરીને છેતરપિંડી મારફતે જંગી નાણાં વિદેશમાં મોકલી દીધા છે. આ મહિનાની શરૂઆતમાં સીબીઆઈએ મોદી, તેમના પત્ની અમી, ભાઈ મિશાલ, કાકા મેહુલ ચોક્સી (ત્રણેય કંપનીઓના તમામ પાર્ટનર) સામે કેસ દાખલ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંક અધિકારીઓએ છેલ્લા થોકાડ વર્ષોમાં નિરવ અને અન્યોને ૧૧૩૦૦ કરોડ રૂપિયાના લેટર ઓફ અન્ડરસેન્ડિંગ (એલઓયુ) જારી કરવામાં આવ્યા હતા.

Related posts

માં ગંગાને સાફ કરવા ગંગોત્રીથી ગંગાસાગર સુધી પ્રયાસો કરવામાં આવે છે : મોદી

aapnugujarat

ક્રિપ્ટો કરન્સીની વિશ્વમાં તેજી : બિટકોઈનના ભાવમાં વધારો

editor

सेना युद्ध जैसे क्षेत्र में फैसले लेने के लिए स्वतंत्रः जेटली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1