Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાવેરી જળ વિવાદ : તમિળનાડુને મળતા પાણી ઉપર કાપ મૂકવા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

દશકોથી ચાલી રહેલા જટિલ કાવેરી જળ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે નદીના પાણી પર કોઇ પણ રાજ્યનો માલિકી અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ તમિળનાડુને મળી રહેલા પાણીમાં કાપ મુકી દેવાની જાહેરાત કરી હતી. સાથે સાથે બેંગલોરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને કર્ણાટકને મળનાર પાણીના જથ્થામાં ૧૪.૭૫ ટીએમસી ફુટનો વધારો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે કાવેરીના પાણીના મામલામાં તેનો ચુકાદો આગામી ૧૫ વર્ષ માટે અમલી રહેશે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ ચુકાદા પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે ચુકાદો સ્વાગતરૂપ છે. સીજેઆઇ દીપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે પોતાના આદેશમાં કહ્યુ છે કે તમિળનાડુને ૪૦૪.૨૫ ટીએમસી ફુટ પાણી આપવામાં ાવે તે જરૂરી છે. કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલે તમિળનાડુને ૪૧૯ ટીએમસી પાણી આપવા માટેનો ચુકાદો આપ્યો હતો. આની સાથે જ સુપ્રીમ કોર્ટે કાવેરી બેસિનના કુલ ૨૦ ટીએમસી ફુટ ભુગર્ભ જળમાંથી ૧૦ ટીએમસી ફુટ વધારાનુ પાણી કાઢવા માટેની પણ મંજુરી આપી છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટકને ૨૮૪.૭૫, કેરળને ૩૦, પુડ્ડુચેરીને સાત ટીએમસી પાણી આપવા માટેનો આદેશ આપ્યો છે. કેરળ અને પુડ્ડુચેરીને મળનાર પાણીના જથ્થામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીડબલ્યુડીટીએ કર્ણાટકને ૨૭૦ ટીએમસી ફુટ પાણી આપવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે બેંગલોરના લોકોએ પીવાના પાણી અને ભૂગર્ભ જળની જરૂરિયાતને ધ્યાનમાં લઇને કર્ણાટકની હિસ્સેદારીમાં વધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ચુકાદાને અમલી કરવાનુ કામ કેન્દ્ર સરકારનુ છે. અત્રે નોંધનીય છે કે કર્ણાટક અને તમિળનાડુ વચ્ચે તંગદીલીને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબુત કરાઇ છે. કાવેરી નદીના પાણીને લઇને તમિળનાડુ અને કર્ણાટક વચ્ચે મુખ્ય લડાઇ રહી છે. કાવેરી નદી કર્ણાટકના કોડાગુ જિલ્લાથી નિકળે છે. સાથે સાથે તમિળનાડુના પુમપુહારમાં બંગાળના અખાતમાં જઇને પડે છે. ગયા વર્ષે ૨૦મી સપ્ટેમ્બરના દિવસે સીજેઆઇ દીપક મિશ્રા, જસ્ટીસ અમિતાભ રોય અને જસ્ટિસ એએ ખાનવિલકરની ત્રણ જજની બનેલી બેંચે આ મામલામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. બેંચના સર્વસંમત ચુકાદાને સીજેઆઇ દ્વારા લખવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. તમામ લોકો જાણે છે કે પાણીની વહેંચણીને લઇને વર્ષ ૨૦૦૭ના કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલના ચુકાદાની સામે કર્ણાટક, તમિળનાડુ અને કેરળ તરફથી પોત પોતાની રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જાણકાર નિષ્ણાંતો કહે છે કે કાવેરી નદીના બેસિનમાં કર્ણાટકના ૩૨ હજાર વર્ગ કિલોમીટર અને તમિળનાડુના ૪૪ હડાર વર્ગ કિલોમીટર વિસ્તાર આવે છે. બન્ને રાજ્યોની દલીલ રહી છે કે તેમને સિંચાઇ માટે પાણીની જરૂર છે. આને લઇને દશકોથી વિવાદની સ્થિતી રહી છે. વિવાદને ઉકેલવા માટે જુન ૧૯૯૦માં કેન્દ્ર સરકારે કાવેરી ટ્રિબ્યુનલની રચના કરી હતી. લાંબી સુનાવણી બાદ ૨૦૦૭માં ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે દર વર્ષે કાવેરી નદીનુ ૪૧૯ અબજ ક્યુબિક ફુટ પાણી તમિળનાડુને આપવામાં આવે. જ્યારે ૨૭દ અબજ ક્યુબિક ફુટ પાણી કર્ણાટકને આપવામાં આવે. કાવેરી બેસિનમાં ૭૪૦ અબજ ક્યુબિક ફુટ પાણી હોવાની બાબતને સ્વીકારને ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો. ટ્રિબ્યુનલના ચુકાદાથી કર્ણાટક, તમિળનાડુ અને કેરળ ખુશ ન હતા. આખરે ત્રણેય રાજ્યોએ ટ્રિબ્યુનલના ચુકાદાને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બેંગ્લોરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટે તમિળનાડુની હિસ્સેદારીને ઘટાડી દીધી છે. બેંગ્લોરની રજૂઆત વારંવાર થતી રહી છે. બેંગ્લોરની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ આને લઇને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચુકાદાની પ્રશંસા કરી છે.

Related posts

पश्चिम बंगाल : वोट के लिए लाइन में लगे व्यक्ति की मौत

aapnugujarat

शिवसेना का मोदी सरकार पर हमला, चीन से कब आंखों में आंखें डालकर बात करोगे?

editor

PM’s interaction through PRAGATI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1