Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનમાં ઇસ્લામિક ધાર્મિક સ્થળોનો સંપુર્ણ નાશ, ચીનની મુસ્લિમો પર સતત દમનકારી નીતિ

ચીને પશ્ચિમી શિનજીયાંગ પ્રાંતમાં મોટા ભાગે ઇસ્લામિક ધાર્મિક સ્થળોનો નાશ કર્યો છે. શિનજીયાંગ પ્રાંતમાં ચીનનાં અલ્પસંખ્યક મુસ્લિમ ઉઇગર સમુદાયનાં લોકો રહે છે. જેમનાં પર ચીની પ્રશાસનની બાજ નજર અને અનેક પ્રતિબંધ છે.અંદાજીત ૩૧ મસ્જીદો અને બે મહત્વપુર્ણ ઇસ્લામિક ધાર્મિક સ્થળોને ૨૦૧૬થી ૨૦૧૮ સુધીનમાં સમયગાળામાં ગંભીર ક્ષતિ પહોંચાડવામાં આવી છે.
મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે આ ધાર્મિક સ્થળોમાંથી ૧૫ ઇમારતોને સંપુર્ણ રીતે નષ્ટ કરવામાં આવી છે. અનેક મસ્જીદોનાં ગુંબદને પુરી રીતે હટાવી દેવામાં આવ્યો છે. મસ્જીદ તરીકે ઉપયોગમાં લેવાતી ૯ અન્ય ઇમારતોને પણ પુરી રીતે નાશ કરવામાં આવી છે.
ઉઇગર મુસ્લિમો માટે ઇમાન આસિમ શ્રાઇન ખુબ જ મહત્વપુર્ણ તીર્થસ્થળ છે. આ વિસ્તારની સૌથી મોટી કારગિલીક મસ્જીદને પણ ચીની સરકારે બરબાદ કરી નાખી છે.
ચીની અલ્પસંખ્યક સમુદાયનાં લોકોનાં ઉત્પીડન અને તેમનાં પર દમનને કારણે સમગ્ર વિશ્વની ટીકાનું કેન્દ્ર બન્યો છે. મળતી માહિતી પ્રમાણે ૨૦ લાખ ઉઇગર,કાજાકાસ,કિર્ગીજ સહિત તુર્કી મુસ્લિમોને બિઇજીંગ પ્રશિક્ષણ કેમ્પનાં નામે નજરકેદ રાખીને દમન ગુજારવામાં આવે છે. લોકો આ પ્રશિક્ષણ કેમ્પને ડિટેંશન કેમ્પ કહે છે.યુએસ અધિકારીઓએ અનેક વખત ચીનનાં આ દમનકારી નીતીનો વિરોધ કર્યો છે. ચીન આને આતંકવાદી સામે લડવાની વાત કરીને પોતાનો બચાવ કરી રહ્યું છે.અનેક વિશ્લેષકોનું માનવું છે કે ચીની સરકાર ધાર્મિક સ્થળોનો સફાયો કરી રહિ છે,કારણ કે ચીનમાં ઇસ્લામ ધર્મને સંપુર્ણ રીતે નાશ કરવા માટે ચીન આવું બધું કરી રહિ છે.

Related posts

બાંગ્લાદેશમાં મોદીની મુલાકાત બાદ હિંસક પ્રદર્શન

editor

ભારત-ચીન વિવાદમાં દખલગીરી નહિ કરે રશિયા

editor

यूरोप में वाहनों से हमला आईएस संगठन की रणनीति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1