Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાલાકોટમાં આતંકીઓનો ખાતમો કરનાર સ્પાઇસ ૨૦૦૦ બોમ્બ ઇઝરાયલ પાસેથી ફરી ખરીદશે ભારત

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતે ૨૬ ફેબ્રુઆરીનાં રોજ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્રાઈકમાં સ્પાઇસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સેના આ એડવાન્સ બોમ્બને ઇઝરાયલ પાસેથી ખરીદવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના પોતાના હથિયારોને વધુ એડવાન્સ બનાવવાના હેતુથી ઇઝરાયલ પાસેથી સ્પાઇસ ૨૦૦૦ બોમ્બ ખરીદી રહી છે. આ બોમ્બ કોઇ પણ ઇમારતને ધ્વસ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે. આ બોમ્બનું જૂનું વર્ઝન અગાઉ કોઇ ઇમારતને ભેદવા અને પછી ઇમારતની અંદર બ્લાસ્ટ કરવામાં સક્ષમ હતું. સ્પાઇસ ૨૦૦૦નો ઉપયોગ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં છૂપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને નિશાન બનાવતા તેઓનો ખાતમો કરવા માટે ઉપયોગ થયો હતો. સ્પાઇસ બોમ્બે આતંકીઓ ઠેકાણાંઓને નષ્ટ કરવા માટે પહેલાં અહીં મોટો હોલ બનાવ્યો, પછી અંદર ઘૂસ્યો જ્યાં ઇન્ટેલિજન્સ એજન્સી પાસેથી મળેલી જાણકારી અનુસાર, ૨૬ ફેબ્રુઆરી પહેલાં જૈશના અંદાજિત ૩૦૦ આતંકી છૂપાયેલા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકીઓના મોત થયા હતા અને વધુ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ભારતીય વાયુસેના સુખોઇ ૩૦ ફાઇટર એરક્રાફ્ટ પણ પોતાના શસ્ત્રાગારમાં સમાવેશ કરવા ઇચ્છે છે. જેનાથી સેનાના ક્ષમતામાં વૃદ્ધિ થઇ શકે અને દુશ્મનની સાથે હવાઇ સંઘર્ષમાં જોરદાર રીતે મુકાબલો કરી શકે.

Related posts

प्रधानमंत्री उज्ज्वला योजना को और विस्तार दिया जाएगा

aapnugujarat

મોદી કેબિનેટનું ૭મીએ વિસ્તરણ, ૧૭ – ૨૨ નવા મંત્રી ઉમેરાશે

editor

પ્રધાનમંત્રી આવાસ યોજનાની હદ વધારી દેવા માટેની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1