Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંજય નિરુપમે વડાપ્રધાન મોદીને ઔરંગઝેબનો આધુનિક અવતાર ગણાવ્યાં

લોકસભા ચૂંટણીનો અંત જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓ એકબીજા ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા તેમને ઔરંગઝેબના આધુનિક અવતાર ગણાવ્યાં છે. સંજય નિરુપમે કહ્યું કે ભાજપના લોકો રોજ નવા જૂઠ્ઠાણાં ઘડી કાઢે છે અને બનાવટી પ્રચાર કરે છે.
તેમણે કહ્યું કે બનારસના લોકોએ જે વ્યક્તિને ચૂંટ્યાં છે એ ઔરંગઝેબના આધુનિક અવતાર છે. કારણ કે બનારસમાં કૉરિડોરના નામે સેંકડો મંદિરો તોડવામાં આવ્યાં. નિરુપમે કહ્યું કે વિશ્વનાથ મંદિરમાં દર્શનના નામ પર ૫૫૦ રૂપિયાની ફી લાગુ કરવામાં આવી છે જે એ વાતની સાબિતી છે કે જે કામ ઔરંગઝેબ ન કરી શક્યો એ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. યૂપીએના કાર્યકાળ દરમિયાન કોઇ સર્જિકલ સ્ટ્રાઇક ન થઇ હોવાના ભાજપના દાવાને ફગાવતા નિરુપમે કહ્યું કે આ ભાજપનો દુષ્પ્રચાર છે. કારણ કે સ્ટ્રાઇકની સેનાના મોટા અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે.

Related posts

राजनाथ सिंह का राहुल गांधी पर तंज : मैं उनसे ज्यादा कृषि के बारे में जानता हूं

editor

देवेंद्र फड़नवीस बोले, जल्‍दबाजी में पारित न किया जाए शक्ति एक्‍ट

editor

જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓના મોત

editor

Leave a Comment

UA-96247877-1