Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

INX મીડિયા કેસ : સુપ્રિમે કાર્તિ ચિદમ્બરને વિદેશ જવાની મંજૂરી આપી

આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. મંગળવારે કોર્ટે કાર્તિને શરત સાથે વિદેશ જવાની મંજૂરી આપી. આ ઉપરાંત સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે કાર્તિ ચિંદમ્બરને ૧૦ કરોડ રૂપિયા જમા કરાવવાના આદેશ પણ આપ્યા.
મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા સમયથી કાર્તિ વિદેશ પ્રવાસ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રહ્યા હતા. જોકે, સુપ્રીમે અનેક અરજી બાદ મંગળવારે વિદેશ જવાની શરતી મંજૂરી આપી. મહત્વપૂર્ણ છે કે, ૨૦૦૬માં એરસેલ મામલે કાર્તિ ચિદમ્બરમે પોતાના પિતાના પદનો લાભ લઈને એરસેલ મેક્સિસને કેટલાક પ્રોજેક્ટમાં મંજૂરી અપાવી હતી. આ કરવા કાર્તિને કંપનીએ નાણાની ચુકવણી પણ કરી હતી. જે બાદ આ મામલે ઈડીએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. ચાર્જશીટમાં પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બર સહિત ૧૮ અન્ય આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.

Related posts

અનંતનાગમાં ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની આતંકીઓએ હત્યા કરી

aapnugujarat

‘પતિ – પત્ની અને વો’નો સંબંધ અપરાધ નહીં : સુપ્રીમ

aapnugujarat

कृषि आय पर टैक्स छूट में ५०० करोड़ रुपये की गड़बड़ी : सीएजी रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1