Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યૌનશોષણ : સીજેઆઇને ક્લિનચીટ અપાતા સુપ્રિમ કોર્ટ બહાર મહિલાઓનું વિરોધ પ્રદર્શન

સુપ્રિમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીનાં સીજેઆઇ પર લગાવવામાં આવેલા યૌન શોષણનાં આરોપોની તપાસ બાદ સમિતિએ ચીફ જસ્ટિસને ક્લીનચીટ આપી દીધી છે. આ ક્લીનચીટ મળી ગયા વિરુદ્ધ ઘણા સંગઠન હવે પ્રદર્શ કરવા લાગ્યા છે. સુપ્રિમ કોર્ટની બહાર મહિલા કાર્યકર્તાઓ, વકીલો અને આઈસાનાં પ્રદર્શનકારી પોસ્ટર અને બેનર લઇને પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે ન્યાયાલય પરિસરની બહાર કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર પૂર્વ મહિલા કર્મચારીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેમા ત્રણ જજની ઈનહાઉસ કમેટીએ એક સ્વરમાં સીજેઆઇને નિર્દોષ જાહેર કર્યા અને ફરીયાદકર્તાની ફરીયાદને રદ્દ કરી દીધી. વળી બીજી તરફ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે, આ મહિલાનાં સમ્માન અને ન્યાય માટે ની લડાઇ છે. સુપ્રિમ કોર્ટની બહાર મહિલાને ન્યાય અપાવવા નારા પણ લગાવવામાં આવ્યા.
પ્રદર્શનકારીઓએ આરોપ લગાવતા કહ્યુ કે, કથિત પીડિતાનાં નિવેદનને ગંભીરતાથી લેવામાં આવ્યુ નથી. એક પ્રદર્શનકારીએ કહ્યુ કે, ન્યાય દરેક માટે સમાન હોય છે અને આ તેની જ લડાઇ છે. સ્થિતિ વધુ બેકાબુ બને તે પહેલા જ ન્યાયાલય પરિસરની બહાર કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. જોવાનુ રહેશે કે આ પ્રદર્શન આગળ કયો વળાંક લેશે.

Related posts

बशीरहाट मामले में न्यायीक जांच की जाएगीः ममता बनर्जी

aapnugujarat

મોદીએ વડનગરમાં જ્યાં ચા વેચી હતી તે ટી સ્ટોલ હવે ટુરિસ્ટ સ્પોટ બનશે

aapnugujarat

मीरा कुमार ने राष्ट्रपति पद के लिए दाखिल किया नामांकन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1