Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અનંતનાગમાં ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની આતંકીઓએ હત્યા કરી

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ ગુલ મોહમ્મદ મીરની આતંકવાદીઓએ ઘરમાં ઘુસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યુ કે, ત્રણ આતંકવાદી નૌગામ વિસ્તારમાં સ્થિત મીરના ઘરમાં ઘુસ્યા અને તેની કારની ચાવી માંગી અને ગાડી લઇ જતા તેમણે મીરને ગોળી મારી દીધી. આ હત્યાની વડાપ્રધાન મોદીએ ટીકા કરી અને તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવામાં મીરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. દેશમાં આવા પ્રકારની હિંસા માટે કોઇ જગ્યા નથી. પોલીસે જણાવ્યુ કે, ગંભીર સ્થિતીમાં મીરને હોસ્પીટલમાં સારવારઅર્થે લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું. અધિકારીએ જણાવ્યું કે, શંકાસ્પદને ઝડપવા માટે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ મીરની હત્યા અંગે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતા ગુલામ મોહમ્મદ મીરની હત્યાની સખત નિંદા કરું છું. જમ્મુ- કાશ્મીરમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. આપણે દેશમાં હિંસાની કોઇ જગ્યા નથી.
ઉલ્લેખનીય છેકે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. મહેબૂબાની ઈચ્છા છે કે સરકાર આ વખતે પણ આવી જાહેરાત કરે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, રમઝાન માસ શરૂ થવાનો છે. લોકો દિવસ-રાત દુઆ કરવા માટે મસ્જિદ જતા હોય છે. હું અપીલ કરું છું કે સરકાર ગત વર્ષની જેમ દરોડા અને સર્ચ ઓપરેશન બંધ રાખે. જેનાથી જમ્મુ કાશ્મીરના લોકોને એક માસ સુધી રાહત મળી શકે. મુફ્તીએ કહ્યું, હું આતંકવાદીઓને અપીલ કરું છું કે રમઝાનનો મહિનો ઈબાદત અને પ્રાર્થનાનો છે. તેઓએ આ માસમાં કોઈ જ હુમલાઓ ન કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કેગત વર્ષે કેન્દ્ર સરકારે પીડીપી-ભાજપ ગઠબંધનની રાજ્ય સરકારની માગ પર રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી.

Related posts

ભારત બંધ : મોટી સંખ્યામાં પ્રવાસી અટવાયા, અંધાધુંધી

aapnugujarat

મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે : સંત કબીરની ભૂમિ મગહરમાં નરેન્દ્ર મોદીનો દાવો

aapnugujarat

आरक्षण : भागवत के बयान पर भड़के RJD सांसद, कहा – आग से खेले तो ठीक नहीं होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1