Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘પતિ – પત્ની અને વો’નો સંબંધ અપરાધ નહીં : સુપ્રીમ

‘પતિ, પત્ની અને વો’ના સંબંધ હવે અપરાધ નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે આ સંબંધમાં ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે એડલ્ટરી હવે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણનાર જોગવાઇને ગેરબંધારણીય તરીકે ગણાવીને તેને ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી દીધી છે. પાંચ જજની બેંચમાં સામેલ રહેલા ચીફ જસ્ટીસ દિપક્ષ મિશ્રા, જસ્ટસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ આરએફ નરીમન, ડીવાય ચન્દ્રચુડે આઇપીસીની કલમ ૪૯૭ને અપરાધની હદમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. પીઠમાં સામેલ રહેલી એકમાત્ર મહિલા જસ્ટીસ ઇન્દુ મલહોત્રાએ આને ગેરબંધારણીય કરાર ગણાવ્યો છે. આવી સ્થિતીમાં જજોએ આ ચુકાદો સર્વસંમતિથી આપ્યો હતો. વ્યાભિચાર પર ચુકાદો આપતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે બંધારણની ખુબસુરતી એ છે કે તેમાં હુ, મારા અને તમે તમામ સામેલ છે. સીજેઆ અને જસ્ટીસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે એડલ્ટરી તાકાતનો આધાર હો શકે છે. પરંતુ તે અપરાધ રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે એડલ્ટરી અપરાધ તરીકે રહેશે નહીં પરંતુ જો પત્ની પોતાના લાઇફ પાર્ટનરના વ્યાભિચારના કારણે આત્મહત્યા કરે છે અને પરિવારના સભ્યો પુરાવા રજૂ કરી શકે છે તો તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે કેસ ચાલી શકે છે. જસ્ટીસ ચન્દ્રચુડે કહ્યુ હતુ કે એડલ્ટરી કાનુન સ્વૈચ્છિક છે. તે મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડે છે. એડલ્ટરી કાનુન મહિલાની સેક્સુઅલ પસંદગીને રોકે છે. જેથ તે ગેરબંધારણીય છે. તેમણે કહ્યુ હતુ કે મહિલાને લગ્ન બાદ સેક્યુઅલ ચ્વોઇસથી રોકી શકાય નહીં. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એડલ્ટરી તલાક માટે આધાર તરીકે રહેશે. આના પરિણામ સ્વરુપે આપઘાતના મામલામાં ઉશ્કેરણીનો કેસ દાખલ થઇ શકશે. આ ઐતિહાસિક ચુકાદા સંભાળાવતા કોર્ટે મહિલાઓની ઇચ્છા, અધિકાર અને સન્માનને સર્વોચ્ચ તરીકે ગણાવીને કહ્યું છે કે, પતિ મહિલાના માલિક તરીકે નથી. તેમને સેક્સયુઅલ ચોઇસથી રોકી શકાય નહીં. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ પોતાના અને જસ્ટિસ ખાનવીલકર તરફથી ચુકાદાને વાંચતા કહેવામાં આવ્યું હતું કે, અમે લગ્નની સામે અપરાધ સાથે સંબંધિત ઇન્ડિયન પીનલ કોડની ૪૯૭ અને સીઆરપીસીની કલમ ૧૯૮ ગેરબંધારણીય જાહેર કરીએ છીએ. અલગથી પોતાનો ચુકાદો વાંચતા જસ્ટિસ નરિમને કલમ ૪૯૭ને જુના કાયદા તરીકે ગણાવીને સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે, કલમ ૪૯૭ સમાનતાના અધિકાર અને મહિલાઓ માટે સમાન અવસરના અધિકારનો ભંગ કરે છે. દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતી વેળા મહિલાઓના અધિકારની વાત કરી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, એમ કહી દેવામાં આવે કે, પતિ મહિલાના માલિક તરીકે નથી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, આ કાનૂન સ્વૈચ્છિક તરીકે છે. મહિલાની ગરિમાને નુકસાન પહોંચાડે છે. કોર્ટે બીજા દેશોના દાખલા આપતા કહ્યું હતું કે, જાપાન, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વ્યાભિચાર અપરાધ તરીકે નથી. આ પહેલા ૮મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે એડલ્ટરીને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણવાની જોગવાઈને દૂર કરી દીધી છે. આઈપીસીની કલમ ૪૯૭ મુજબ જો કોઇ પરિણિત પુરુષ પરિણિત મહિલા સાથે તેના પતિની ઇચ્છાની વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવે છે તો હવે તે અપરાધ તરીકે રહેશે નહીં. આ પ્રકારની જોગવાઈમાં હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ હજુ સુધી પુરુષોને અપરાધી તરીકે ગણવામાં આવતા હતા જ્યારે મહિલાને વિક્ટિમ તરીકે ગણાવામાં આવતી હતી. કલમમાં એવી જોગવાઈ છે કે, પતિની ઇચ્છાથી ગેરપુરુષ સાથે સંબંધ બનાવી શકાય છે. આને એક રીતે પત્નીને પતિની સંપત્તિ ગણાવવાના અધિકાર તરીકે ગણવામાં આવતા હતા. પતિની મરજી વગર પત્ની ગેર પુરુષ સાથે સંબંધ બનાવે છે તો પતિ તેના ઉપર ગેર પુરુષ સામે કેસ દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકોએ કહ્યું હતું કે, મહિલાઓને અલગરીતે જોઈ શકાય નહીં. કારણ કે આઈપીસીની કોઇપણ કલમમાં ઝેન્ડર પારસ્પરિક વિરોધાભાષ તરીકે નથી. આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ જે કાયદાની જોગવાઈ છે તે પુરુષોની સાથે ભેદભાવ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઇ પરિણિત પુરુષ કોઇપણ પરિણિત મહિલા સાથે તેની મંજુરીથી સંબંધ બનાવે છે તો આવા સંબબંધ નાવનાર પુરુષની સામે મહિલાના પતિ એડલ્ટરીનો કેસ દાખલ કરી શકે છે પરંતુ સંબંધ બનાવનાર મહિલાની સામે કેસ દાખલ કરવાની જોગવાઈ નથી જે ભેદભાવ તરીકે છે. આને દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ દલીલો હવે માન્ય રખાઈ છે.

પાકિસ્તાન અને સાઉદીમાં ગંભીર અપરાધ તરીકે છે
સુપ્રીમ કોર્ટે આજે એડલ્ટરીના મામલામાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એડલ્ટરી કાયદાની કલમ ૪૯૭ને ગેરબંધારણીય ગણાવીને આને અપરાધની હદથી દૂર કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા બીજી ઓગસ્ટના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દુનિયામાં અનેક દેશોમાં એડલ્ટરીને લઇને જુદા જુદા કાયદાઓ રહેલા છે. ભારત ઉપરાંત એશિયાના માત્ર ત્રણ દેશો દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ અને તાઈવાનના સંબંધને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયામાં ૨૦૧૫માં આને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાાનો નિર્ણય કરાયો હતો. જાપાનમાં ૧૯૪૭માં અપરાધની શ્રેણીથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે ફિલિપાઈન્સમાં ચાર મહિનાથી લઇને છ વર્ષની સજાની જોગવાઈ રહેલી છે. જ્યારે સાઉદી અરબ, પાકિસ્તાન અને સોમાલિયા સહિતના દેશોમાં આને માત્ર અપરાધની શ્રેણીમાં જ રાખવામાં આવતા નથી બલ્કે આના માટે ગંભીર સજાની પણ જોગવાઈ છે. જુદા જુદા મુસ્લિમ દેશોમાં કઠોર સજાની જોગવાઈ રહેલી છે. સાઉદી અરેબિયામાં પથ્થર મારી મારીને મારી નાંખવાની સજા રહેલી છે જ્યારે પાકિસ્તાનમાં આવા મામલાઓને બે શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ગંભીર અપરાધ માટે પથ્થર મારી મારીને અને બીજા મામલામાં ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. સોમાલિયામાં પણ પથ્થર મારી મારીને મારી નાંખવાની જોગવાઈ રહેલી છે. અફઘાનિસ્તાનમાં જાહેરમાં ૧૦૦ કોરડા ઝીંકવાની જોગવાઈ રહેલી છે. ઇજિપ્તમાં મહિલાઓને બે વર્ષની જેલ અને પુરુષને છ મહિના સુધી જેલની સજાની જોગવાઈ છે. ઇરાનમાં ફાંસીની સજાની જોગવાઈ રહેલી છે. તુર્કીમાં ૧૯૯૬માં અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો. અમેરિકાના ૨૧ રાજ્યોમાં આ પ્રકારના સંબંધ ગેરબંધારણીય ગણવામાં આવે છે. ન્યુયોર્ક સહિતના રાજ્યોમાં પતિ અથવા પત્નિ સાથે વિશ્વાસઘાત કરવાના મામલામાં નજીવા ગુના તરીકે જોવામાં આવે છે જ્યારે મિસિગન અને ઓકલાહામા જેવા રાજ્યોમાં આને ગંભીર અપરાધ ગણવામાં આવે છે જેમાં આજીવન કારાવાસ સહિતની જોગવાઈ રહેલી છે. તાઈવાનમાં પણ કઠોર સજાની જોગવાઈ રહેલી છે.

Related posts

દેશમાં ૫૩૯ ચાઈલ્ડ કેર સંસ્થાને તાળા વાગ્યા

aapnugujarat

લડાકૂ વિમાનો માટે પાક-ચીન સરહદ નજીક બનાવાશે ૧૧૦ મજબૂત શેલ્ટર

aapnugujarat

નુપૂર શર્મા ટીવી પર આવીને જાહેરમાં માફી માંગે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1