Aapnu Gujarat
Uncategorized

પાણી મુદ્દે લેખિતમાં ખાતરી મળતાં ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા પારણા

સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વાસોયા પાણીના પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જે બાદ તંત્ર દ્વારા લેખિતમાં ખાત્રી મળતાં તેમણે પારણા કરી લીધા છે.લલિત વસોયાએ જણાવ્યું કે, હું મારા આમરણાંત ઉપવાસ પૂર્ણ કરું છું. તંત્ર દ્વારા લેખિતમાં ખાત્રી આપવાાં આવી છે. ધોરાજી, માણાવદર અને કુતિયાણાના ગામોને નર્મદાના પાણી આપવાની ખાત્રી આપવામાં આવી છે. ધોરાજીમાં નર્મદાનું પાણી શરૂ થઈ ગયું છે. માણાવદર અને કુતિયાણામાં ૮ દિવસમાં નર્મદાના પાણી આપવામાં આવશે.વસોયાની માંગ હતી કે, ધોરાજી, કુતિયાણા અને રાણાવાવના ૬૦ ગામોને ભાદરના કેમિકલયુક્ત પાણીના સ્થાને નર્મદાના નીર મળે. દરમિયાન વસોયાના ઉપવાસ શરૂ થયા તેના ગણતરીના કલાકોમાં ધોરાજીના નર્મદાના સંપ ખાતે નર્મદાના નીર પહોંચ્યા હતા. જોકે, લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર મારા આંદોલનને તોડી પાડવા માટે આ કારસો રચ્યો છે. હકીકતમાં રાણાવાવ પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ થતાં ફરજીયાત આ પાણી ક્યાંક ડાયવર્ટ કરવું જરૂરી હતું તેથી આ પાણી ધોરાજી પહોંચડાવમાં આવ્યું છે. સરકાર મને જ્યાં સુધી લેખિતમાં ખાત્રી નહીં આપે ત્યાં સુધી મારા ઉપવાસ યથાવત રહેશે.લલિત વસોયાએ આ મુદ્દે કહ્યું હતું કે, પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે રાણાવાવ પાસે લાઇન લિકેજ થતાં તેને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. મારૂં આંદોલન ચાલું રહેશે. મને લેખિતમાં ખાતરી આપે તો જ હું આંદોલન સમાપ્ત કરીશ. મારે આ આંદોલન રાજકીય રીતે નહોતું ચલાવવું બાકી હું લોકસભાની ચૂંટણીના સમયે પણ આંદોલન કરી શકતો હતો પરંતુ મેં ચૂંટણી બાદ આંદોલન કર્યુ છે કારણ કે હું લોકોના પ્રાણ પ્રશ્ને રાજકારણ કરવા માંગતો નહોતો. આ લાઇન લિકેજ થઈ હોવાના કારણે પાણી પહોંચ્યું છે બાકી જો સરકાર સારી દાનતથી પાણી આપે તો હું મંચ પરથી પગે લાગીને ભાજપના સદસ્યોનું સન્માન કરીશ.વસોયાનો આક્ષેપ હતો કે, સરકાર દ્વારા જવાબ ન મળતા તેમણે ઉપવાસ શરૂ કર્યા છે. તો બીજી બાજું આ મુદ્દે ગઈકાલે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું. ચુડાસમાએ કહ્યું હતું કે લલિત વસોયાને પાણી પ્રશ્નને લઈને મીટીંગમાં બોલાવ્યા હતા પરંતુ ધારાસભ્ય લલિત વસોયા મીટીંગ માં હાજર નહોતા રહ્યાં. મંત્રી ચુડાસમાના આ નિવેદન મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે સરકારના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કે કલેકટર દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, આમંત્રણ વગર જવું મને યોગ્ય લાગ્યું નહોતું.ત્રણ તાલુકાના ૬૦ ગામોને સૌની યોજના મારફતે પાઇપ લાઇન નંખાઈ છે તેના પગલે ધારાસભ્ય વસોયાએ આમરાણંત ઉપવાસ કર્યા છે. તેમણે કહ્યું, વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રીએ પાઇપલાઇનનું ઉદઘાટન કરી દીધું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રજાને ભાદરનું કેમિકલયુક્ત પાણી આપવામાં આવે છે. ભુપેન્દ્રસિંહ બાપુ શનિદેવના સોગંદ ખાઈને કો તંત્ર દ્વારા મને મીટિંગનું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં? બાપુએ કલેક્ટર સાથે વાત કર્યા પછી એ વાત સ્વીકારી કે મને મીટિંગ માટે આમંત્રણ નહોતું અપાયું. જોકે, તેઓ મીડિયા સમક્ષ એવું કહેતા હોય કે મને આમંત્રણ અપાયું હતું અને હું નહોતો ગયો તો હું બાપુને પડકારો ફેંકીને કહું છું શનિદેવના સોદંગખાઈને કહો કે મને આમંત્રણ અપાયું હતું કે નહીં ?ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબ ડૉ.પાર્થ મેઘનાનીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય વસોયાનું અમે નિરીક્ષણ કર્યુ છે. વસાયોને સ્યુગરની સમસ્યા છે અને બીપીની તકલીફ છે. તેથી તેમણે ઉપવાસ પર ન ઉતરવું જોઈએ તેવી સલાહ આપી છે. બાકી સમયાંતરે તેમનું નિરીક્ષણ કરતા રહીશું.

Related posts

૨૭ ફેબ્રુઆરીથી ગિરનાર શિવરાત્રિનો કુંભમેળો રહેશે

aapnugujarat

બોટાદ ના બરવાળા ગામનું ગૌરવ એવા આર્મી મેન નું વતન માં ભવ્ય સ્વાગત

editor

જેતપુર પીઠડીયા ટોલનાકામાં ફાસ્ટેગની અમલવારી શરૂ

editor

Leave a Comment

UA-96247877-1