Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર ! હવે પેન્શન મામલે ઈપીએફઓની નવી તૈયારી

ઈપીએફઓ તરફથી મળતા પેન્શન પર આપવામાં આવેલા કેરળ હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ ઈપીએફઓ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર, ઈપીએફઓ ના અધિકારીઓનો તર્ક છે કે, ઈપીએસમાં માસિક યોગદાન ઓછુ છે, જેને કારણે તે વધારે પેન્શનનો ભાર નહી સહન કરી શકે. તેમણે કહ્યું કે, રોકડની કિલ્લતના કારણે ઈપીએફઓને પહેલા જ ન્યૂનત્તમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારી ૨૦૦૦ રૂપિયા કરવાની યોજનાને સ્થગિત કરવી પડી હતી. તમને જણાવી દઈએ કે, કેરળ હાઈકોર્ટે ઈપીએફઓને આદેશ આપ્યો હતો કે, કર્મચારી રિટાયર થવા પર તમામને પૂરી સેલરીના હિસાબથી પેન્શન મળવું જોઈએ. જ્યારે હાલના સમયમાં ઈપીએફઓ ૧૫૦૦૦ રૂપિયા પગારની સીમા સાથે યોગદાનનું આંકલન કરે છે.
ઈપીએફઓ તરફથી જાહેર નીયમ અનુસાર, હાલના નિયમ હેઠળ અંતિમ સેલરીના આધાર પર માસિક પેન્શન આપવામાં આવે છે અને તેણે પેન્શનના કેલ્ક્યુલેશન માટે ૧૫૦૦૦ રૂપિયા માસિક બેઝિક સેલરી લિમિટ નક્કી કરી રાખી છે.કેરળ હાઈકોર્ટે ઈપીએફઓને પેન્શન કેલક્યુલેટ કરવા માટે સેલરીની આ ૧૫૦૦૦ની સીમાને ખતમ કરવા અને કર્મચારીની પૂરી સેલરીના આધાર પર પેન્શન ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.કેરળ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠનએ સુપ્રીમ કોર્ટમાં જવાની પૂરી તૈયારી કરી લીધી છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ઈપીએફઓ નું કહેવું છે કે, ઈપીએસમાં માસિક યોગદાન ઓછુ છે.રોકડની કિલ્લતના કારણે જ ઈપીએફઓ એ પહેલા જ ન્યૂનત્તમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારી ૨૦૦૦ રૂપિયા કરવાની યોજનાને સ્થગિત કરવી પડી હતી.

Related posts

राजन को तिहाड़ जेल के अंदर लोकल गुंडो से मरवाने की दाऊद की साजिश

aapnugujarat

कथनी-करनी में भेद साबित करता हैं पीएम का बयान : मायावती

aapnugujarat

Maharashtra govt will expand scope of loan waiver scheme by July to cover more farmers : State FinMin Mungantiwar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1