Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈએ કહ્યું કે દેશની બહાર સોનું મોકલવામાં નથી આવ્યું

સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર પત્રોમાં ચાલી રહેલી ખબરોને ટાંકીને ભારતીય રિઝર્વ બેંકે ખુલાસો કર્યો છે કે, વર્ષ ૨૦૧૪ કે ત્યારબાદ દેશની બહાર બિલકુલ સોનું મોકલવામાં નથી આવ્યું. કેન્દ્રીય બેંક દ્વારા ૨૦૧૪માં કેટલુક સોનું વિદેશમાં મોકલવાની ચર્ચા બાદ આરબીઆઈએ આ નિવેદન આપ્યું છે.
નિવેદન અનુસાર વિશ્વભરમાં કેન્દ્રીય બેંક તેનું સોનુ સુરક્ષિત રાખવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિત અન્ય દેશોની કેન્દ્રીય બેંકોમાં રાખે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં જે રિપોર્ટ આવ્યા છે, તે તથ્યાત્મક રીતે સંપૂર્ણ ખોટા છે.કેન્દ્રની મોદી સરકારે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઇન્ડિયાનું ૨૦૦ ટન સોનું સ્વીઝરલેન્ડમાં ગિરવે મુકાયો હોવાની ચર્ચા શરૂ થઇ છે. કોંગ્રેસના સત્તાવાર ટિ્‌વટર એક રિપોર્ટ ટિ્‌વટ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે મોદી સરકારે છુપીરીતે આરબીઆઈનું ૨૦૦ ટન સોનુ ૨૦૧૪માં જ સ્વિત્ઝરલેન્ડમાં મોકલી આપ્યું હતું.
આ પહેલા મીડિયામાં વહેતા અહેવાલને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ સોનાના બદલામાં સરકારે શું મેળવ્યું, શા માટે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનની માહિતી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવતી નથી એવો પ્રશ્નો પૂછ્યો છે.
કોંગ્રેસની આવી આશંકાને પગલે સોશિયલ મીડિયા પર લોકો એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે જેમાં કેટલાક લોકો એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે મોદી સરકારે આરબીઆઈના ૨૦૦ ટન સોનાનો જથ્થો વિદેશમાં ગીરવે મૂક્યો છે પરંતુ સરકારે આ માહિતીથી છુપાવી રાખી છે.આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) અનુસાર ૨૦૧૮માં આરબીઆઈએ કુલ ૪૨ ટન સોનાની ખરીદી હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સોનાની વધુ ખરીદી કર્યા બાદ દેશમાં સોનાનો જથ્થો વર્તમાન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં આરબીઆઈ પાસે અંદાજે ૬૦૯ ટન સોનાનો ભંડાર છે. રશિયાએ વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ ૨૭૪ ટન સોનાની ખરીદી કરી હતી.

Related posts

જીએસટી સોનાની મરઘીઃ ૧૫ દિવસમાં ૧૧ ટકા મહેસૂલી આવક વધી

aapnugujarat

देश का विदेशी मुद्रा भंडार 1.45 अरब डॉलर घटा

aapnugujarat

તાજ મહેલના વિઝન ડૉક્યુમેન્ટમાં ગુપ્ત રાખવા જેવું કાંઇ નથી : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1