Aapnu Gujarat
રમતગમત

દર સાતમા બોલે સિક્સર મારે છે હાર્દિક

હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટરાઇડર્સની મેચ દરમિયાન જે અંદાજમાં બેટિંગ કરી તેની આગળ આંદ્રે રસેલની તાબડતોડ ઇનિંગ પણ ઝાંખી પડી ગઈ હતી. હાર્દિકે ૩૪ બોલમાં ૯૧ રન ફટકાર્યા, જેમાં ૯ આસમાની સિક્સર સામેલ હતી. આ સીઝનમાં તે જોરદાર બેટિંગ કરી રહ્યો છે.૨૫ વર્ષીય હાર્દિકે ૧૯૮.૩૨ના સ્ટ્રાઇક રેટથી ૩૫૫ રન બનાવ્યા છે. ઇનિંગની અંતિમ ઓવરોમાં તેની સ્ટ્રાઇક રેટ ૨૫૦ની નજીક થઈ જાય છે જે બહુ મોટી વાત છે. અંતિમ પાંચ ઓવરોમાં તે મરજી પડે ત્યાં સિક્સર મારતો જોવા મળે છે.આ સીઝનમાં તેણે લગભગ દરેક સાતમી બોલ પર સિક્સર મારી છે. જેમાં સૌથી મોટી વાત એ છે કે અંતિમ ઓવરોમાં તે ફાસ્ટ બોલરોનો સામનો કરતો હોય છે અને તેમની વિરુદ્ધ મરજી પડે ત્યાં સિક્સર મારીને હાર્દિકે વર્લ્ડ કપથી પહેલા ઘણો મોટો સંદેશ આપી દીધો છે. તો છેવટે હાર્દિકે એવું શું કર્યું કે તે તોફાની અંદાજમાં રન બનાવી રહ્યો છે. સૌથી પહેલા ફેરફાર જે હાર્દિકની બેટિંગમાં જોવા મળી રહ્યો છે તે બેટિંગ સ્ટાન્સ છે. તે આ સીઝનમાં ઓપન સ્ટાન્સથી રમી રહ્યો છે અને અંતિમ ઓવરોમાં ફાસ્ટ બોલરોની સામે તેનો પાછલો પગ ઓફ સ્ટમ્પની બહાર રહે છે. તે ક્રીઝમાં ઘણો અંદર ઊભો હોય છે અને બોલને પોતાના સુધી આવવા દે છે.તેના કાંડાએ પણ હાર્દિકનું કામ સરળ કરી દીધું છે. કારણ કે ઓફ સ્ટમ્પથી બહારની લાઇન પર મળેલો બોલ લેગ સાઇડમાં સતત મારવા માટે કાંડાનો ઘણો ઉપયોગ થાય છે.હાર્દિક પંડ્યાને આ ફેરફારોથી યોર્કર બોલને હેલિકોપ્ટર શોટને સિક્સર માટે મારવાની તક મળી જાય છે. આવું અનેક મેચોમાં જોવા મળે છે. ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સની વિરુદ્ધ મોટા જોરદાર હેલિકોપ્ટર શોટ માર્યા હતા.ઓપન સ્ટાન્સના કારણે હાર્દિકને ડીપ મિડ વિકેટ એરિયામાં શોટ મારવાની તક મળી જાય છે. કોલકાતાની વિરુદ્ધ મેચમાં તેણે આ એરિયામાં ૩૮ રન ફટકાર્યા.સાથોસાથ હવે મેદાનની સામેની તરફ પણ શોટ વધુ મારી રહ્યો છે. તેના જે શોટ આ આઈપીએલમાં જોવા મળી રહ્યા છે તે વેસ્ટ ઇન્ડિઝના બેટ્‌સમેનો જેવા છે. તે ઠીક એવી જ બેટિંગ કરી રહ્યો છે જેવી આંદ્રે રસેલ અને કાયરન પોલાર્ડ કરે છે.હાર્દિક ક્રીઝની ડેપ્થનો ઉપયોગ બોલર્સની લાઇન લેંથ બગાડવા માટે કરે છે. તેને કારણે બોલર્સના યોકર્સ બોલ તેના માટે ફુલટોસ બની જાય છે.

Related posts

મોદીએ શાળાઓની મુલાકાત લેવા ખેલાડીઓ પાસે વચન માંગ્યું

editor

પાક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીથી ઉમર અકમલ પડતો મુકાયો

aapnugujarat

एशेज सीरीज ने टेस्ट क्रिकेट को जिंदा रखा है : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1