Aapnu Gujarat
રમતગમત

પાક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીથી ઉમર અકમલ પડતો મુકાયો

પહેલી જુલાઈ ૨૦૧૭થી શરૂ થતાં વર્ષ માટે ૩૫ સેન્ટ્રલી કોન્ટ્‌ક્ટ ખેલાડીઓની પાકિસ્તાનની યાદી જાહેર થઇ ચુકી છે જેમાં ઉમર અકમલની બાદબાકી કરવામાં આવતા હવે તેની કેરિયર પૂર્ણાહૂતિના આરે દેખાઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેની ફિટનેસ પણ તેની કેરિયરમાં એક સમસ્યારુપ રહી છે. આ યાદીમાંથી હવે તેની બાદબાકી થઇ ગઇ છે. હાલમાં જ રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં તેના નામનો સમાવેશ કરાયો હતો પરંતુ ઇંગ્લન્ડમાં ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા બે ફિટનેસ ટેસ્ટમાં તે નિષ્ફળ રહ્યો હતો જેથી તેને પડતો મુકાયો હતો. આજ કારણસર એપ્રિલ મહિનામાં વિન્ડિઝના પ્રવાસમાં પણ તેને પડતો મુકાયો હતો. તેને હવે કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાં પણ પણ પડતો મુકી દેવામાં આવ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડેમીમાં તેનો જોરદાર દેખાવ રહ્યો હતો અને એક વખતે એમ માનવામાં આવી રહ્યું હતું કે, તે પાકિસ્તાનના મહાન ખેલાડીઓમાં સામેલ થશે પરંતુ તેની ફિટનેસ મુશ્કેલરુપ રહી છે. આ ઉપરાંત તે વિવાદમાં પણ રહ્યો હતો. પસંદગીકારોએ ૧૫ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કર્યા છે. જેમાં હવે નિવૃત્ત થઇ ચુકેલા મિસ્બાહ ઉલ હક અને યુનુસ ખાનને પણ સામેલ રાખવામાં આવ્યા છે. પીસીબી દ્વારા મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકના ભત્રીજા ઇમામ ઉલ હકને ઉભરતા ખેલાડીઓના વર્ગમાં રાખવામાં આવ્યો છે. કેટેગરી એમાં જે ખેલાડીઓ છે તેમાં અઝહર અલી, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ, યાસીર શાહ અને મોહમ્મદ આમિરનો સમાવેશ થાય છે જ્યારે કેટેગરી બીમાં બાબર આઝમ, ઇમાદ વાસીમ, આશાદ સાફીક, હસન અલીનો સમાવેશ થાય છે. કેટેગરી સીમાં વહાબ રિયાઝ, રાહત અલી, હેરીશ સોહેલ, સામી અસલમ, શામ મસુદ, શોહેલ ખાન, ફખર જમામ, જુનૈદ ખાન, મોહમ્મદ અબ્બાસ, અહેમદ સહેઝાદનો સમાવેશ થાય છે. કેટેગરી ડીમાં જે ખેલાડીઓ છે તેમાં મોહમ્મદ નવાઝ, આશીફ, ઉસ્માન સલાઉદ્દીન સહિતના અનેક ખેલાડીઓ છે.

Related posts

Sairaj Bahutule to be new coach of Gujarat team

aapnugujarat

युवा खिलाडिय़ों को दबाव से जूझना सिखा रहा है आईपीएल : आफरीदी

aapnugujarat

દિપક ચહર બે અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1