Aapnu Gujarat
રમતગમત

વિમ્બલ્ડન : હેલેપને હરાવીને કોન્ટાની સેમીફાઇનલમાં કુચ

ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં જોહાના કોન્ટાએ મોટો અપસેટ સર્જીને આજે રોમાનિયાની બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપને હાર આપી હતી. આની સાથે જ તે સેમીફાઇનલમાં પ્રવેશી ગઇ હતી. કોન્ટા વર્ષ ૧૯૭૮ બાદથી સેમીફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ બ્રિટીશ સ્ટાર બની હતી. ૨૬ વર્ષીય છઠ્ઠી ક્રમાંકિત કોન્ટાએ ૬-૭, ૭-૬ અને ૬૦૪થી જીત મેળવી હતી. સેમીફાઇનલમાં જે મહિલા ખેલાડી પ્રવેશી ગઇ છે તેમાં વિનસ વિલિયમ્સ, મુગુરૂઝા અને રેબારીકોવાનો સમાવેશ થાય છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના શક્તિશાળી ખેલાડી રાફેલ નડાલની ગઇકાલે મંગળવારે હાર થતા તે બહાર થઇ ગયો હતો. ૧૦મી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસમાં તાજ જીતીને અહીં પહોંચેલા નડાલની લક્સેમ્બર્ગના ૧૬મા ક્રમાંકિત ખેલાડી મુલરની સામે ૬-૩, ૬-૪,૩-૬,૪-૬ અને ૧૫-૧૩થી હાર થઇ હતી. ચોથા રાઉન્ડમાં તેની હાર થઇ હતી. નડાલને હાર આપ્યા બાદ મુલર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. રોજર ફેડરરે તેના હરિફ પર સીધા સેટોમાં જીત મેળવી હતી. આ વખતે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મુખ્ય સ્પર્ધા પુરુષ સિંગલ્સ વર્ગમાં જોવા મળી રહી છે જેમાં રોજર ફેડરર, એન્ડી મરે અને નોવાક જોકોવિક વચ્ચે સ્પર્ધા છે. બે વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રાફેલ નડાલ પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી હતી પરંતુ તે હારી જતા હવે જોકોવિક, મરે અને ફેડરર વચ્ચે મુખ્ય સ્પર્ધા થનાર છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયન્સશીપમાં સેરેના વિલિયમ્સ આ વખતે મેદાનમાં ઉતરી રહી નથી. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડનમાં મહિલાઓના સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચેલી ચાર મહિલાઓ નક્કી થઇ ચુકી છે જેમાં વિનસ વિલિયમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુગુરુઝાનો પણ સમાવેશ થાય છે. હવે પુરુષ વર્ગમાં ટોચના ખેલાડીઓ આમને સામને આવનાર છે. જેથી આ મેચો પણ રોચક બની શકે છે. વિનસ વિલિયમ્સ હવે મહિલા સિંગલ્સ વર્ગમાં હોટફેવરિટ તરીકે ઉભરી ચુકી છે. રોજર ફેડરર હવે ગયા વર્ષના ફાઈનાલિસ્ટ કેનેડાના મિલોસ રાવોનીક સામે રમશે. અંતિમ આઠમાં પ્રવેશી ચુકેલાઓમાં એન્ડી મરે હવે શક્તિશાળી અમેરિકન ખેલાડી શામકેરી સામે રમશે જ્યારે સાતમાં ક્રમાંકિત મારિન સિલિક કીલર તરીકે બનેલા મુલર સામે રમશે. મુલરે નડાલ ઉપર રોમાંચક જીત મેળવી હતી.

Related posts

मै अपने सर्वश्रेष्ठ प्रदर्शन से बहुत खुश हूं : कार्नवाल

aapnugujarat

टेस्ट रैंकिंग में नंबर १ बल्लेबाज बने कोहली

aapnugujarat

મેરીકોમે પાંચમો ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1