Aapnu Gujarat
રમતગમત

દિપક ચહર બે અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે

શનિવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે ધોનીની ચેન્નઇ સુપરકિંગ્સે ૮ વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ આઇપીએલની ૧૧મી સીઝનમાં મુંબઇએ બીજો વિજય મેળવ્યો છે. આઇપીએલની આ સીઝનમાં ચેન્નઇ માટે મુખ્ય ખેલાડી રહેલો બોલર દિપક ચહર બે અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે. ચહરને મુંબઇની સામે બોલીંગ કરતા હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ ગઇ હતી.ચહર પોતાની ત્રીજી ઓવરનો પહેલો બોલ નાંખતી વખતે ઘાયલ થઇ ગયો હતો. તે પછી તે મેદાન માંથી બહાર થઇ ગયો હતો અને પછી પરત આવ્યો ન હતો. ચહરની આ ઓવર હરભજન સિંહે પૂરી કરી હતી. તે પછી ચહર મેદાનમાં પરત ફર્યો ન હતો અને મેચ પૂરી થયા બાદ ચેન્નઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે ચહરની ઇજાની પુષ્ટિ કરી હતી.ફ્લેમિંગે જણાવ્યું કે, ચહરને હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ છે. હવે તે કેટલાંક અઠવાડિયા સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. જે ટીમ માટે સારુ નથી. જો કે આ વચ્ચે સીએસકે માટે એક સારા સમાચાર પણ છે. પિતાના નિધન બાદ સાઉથ આફ્રિકાથી બોલર લુંગી નીજીડી પરત ફર્યો છે.ઉલ્લેખનીય છે કે આઇપીએલની આ સીઝનમાં ચહર ચેન્નઇની ટીમ માટે એક મહત્વપૂર્ણ ખેલાડી હતો. આ જ કારણ છે કે ચહરે હાલની આઇપીએલ સીઝનમાં સીએસકેની તમામ મેચો રમી છે. આ દરમિયાન તેણે ૨૫.૫૦ની સરેરાશે ૬ વિકેટ ઝડપી છે.

Related posts

विश्व क्रिकेट में सबसे ज्यादा मुकम्मल गेंदबाज है बुमराह : विराट

aapnugujarat

पाकिस्तान के 6 क्रिकेटर हुए Covid 19

editor

ICC Test Rankings : कोहली दूसरे पायदान पर पहुंचे

editor

Leave a Comment

UA-96247877-1