Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ઇંગ્લીશ મિડિયમની સ્કૂલનાં પ્રિન્સિપાલે પ્રિ-નર્સરી ૩ વર્ષના માસૂમને પગમાં ડામ દીધા

માત્ર ત્રણ જ વર્ષના માસૂમને પ્રિ સ્કૂલનાં પ્રિન્સિપાલે પગમાં ડામ દઈ એક શિક્ષકનો ધર્મ બજાવવાના બદલે બર્બરતાના દર્શન કરાવ્યા હતા. ૨૬મી એપ્રિલે સવારે નવ વાગ્યાથી બપોરે સાડાબાર વાગ્યા સુધીના સમગાળમાં જ્યારે આ બાળક પ્રિ સ્કૂલમાં હતો તે વખતે આ પ્રિ સ્કૂલનાં પ્રિન્સિપાલ જ્યોતિ અગ્રવાલે ડામ આપ્યા હોવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
૬૮, હિમગિરિ બંગ્લોઝ, પીપલોદ ખાતે રહેતા સ્વાતિબહેન મહેન્દ્રભાઈ કદીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો ૩ વર્ષનો પુત્ર નિહાન વેસુમાં સોમેશ્વરા એન્કલેવ નજીક આવેલી ઇંગ્લીશ મિડિયમની કેસીજી (કિડ્‌સ ક્લિગ્સ ગ્રુપ) પ્રિ સ્કૂલમાં પ્રતિદિન સવારે ૯ વાગ્યે જાય છે અને બપોરે સાડા બાર વાગ્યે ઘરે પરત ફરે છે.
ગઈ કાલ તા. ૨૬મી ને ગુરુવારે રાબેતા મુજબ નિહાન પ્રિ સ્કૂલમાં ગયો અને ઘરે પરત ફર્યો ત્યારે નિહારના માતા-પિતાના શ્વાસ અધ્ધર ચડી ગયા કારણ કે નિહાનને જમણા પગમા ઘૂંટીની ઉપર ડામ દેવામાં આવ્યાનું નિશાન જોવા મળ્યું.
ત્રણ વર્ષનો બાળક વધુ વર્ણન ન કરી શક્યો પણ એટલો ખ્યાલ આવ્યો કે આ પ્રિ સ્કૂલના પટાવાળા મોટી ઉમરના માસીએ ચમચી ગરમ કરીને પ્રિન્સિપાલ જ્યોતિ રોહિદાસ અગ્રવાલને આપી અને પ્રિન્સિપાલે નિહારને પગમાં ડામ દીધા હતા. મામલો ઉમરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં નિહાનનાં માતા સ્વાતિબહેને પ્રિ સ્કૂલનાં પ્રિન્સિપાલ જ્યોતિ અગ્રવાલ અને મોટી વયની આયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આઈપીસીની કલમ ૩૨૪, ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ ૭૫ તેમજ આઈપીસીની કલમ ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પોસઈ બી.બી. ગોંડલિયા કરી રહ્યા છે.

Related posts

આઈપીએલ સટ્ટાકાંડમાં પકડાયેલ સંદિપસિંહની જામીન મામલે સુનાવણી ૧૪મી સુધી મોકૂફ

aapnugujarat

પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

editor

સુરતમાં બોંબ બ્લાસ્ટ નહીં થતાં તૌકિર ખફા થયો હતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1