Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં બોંબ બ્લાસ્ટ નહીં થતાં તૌકિર ખફા થયો હતો

જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૨૦થી વધુ જુદી જુદી જગ્યાઓ પર થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના ચકચારભર્યા આંતકવાદી હુમલાની ઘટનામાં દિલ્હી સ્પેશ્યલ સેલના હાથે ઝડપાયેલા મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઉર્ફે જાકીર ઉર્ફે કબ તૌકિર હાજી ઉસ્માન કુરૈશીની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ અને સંવેદનશીલ હકીકતો સામે આવી રહી છે જે મુજબ, અમદાવાદ શહેરમાં સિરિયલ બ્લાસ્ટ થયા તેના દસ દિવસ પહેલાં જ આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે તૌકિર ઝારખંડના રાંચી ખાતે ફરાર થઇ ગયો હતો. પરંતુ સુરતમાં પ્લાન્ટ કરાયેલા ઢગલાબંધ ટાઇમર બોંબ નહી ફુટતાં અને સુરતમાં બ્લાસ્ટનું ઓપરેશન નિષ્ફળ રહેતાં તે ભારે નારાજ થયો હતો. રાંચીના એક મકાનમાં બેઠા બેઠા તે ન્યુઝ ચેનલ મારફતે બ્લાસ્ટની તમામ વિગતો અને જાનમાલની નુકસાનીના સમાચાર જાણતો રહ્યો હતો. અમદાવાદ અને સુરતના બ્લાસ્ટની જવાબદારી તૌકિર તેના વિશ્વાસુ એવા કયામુદ્દીન કાપડિયાને સોંપતો ગયો હતો. રાંચી પહોંચીને તે પહેલા દાનિશ અશફાકના ત્યાં રોકાયો હતો, એ જ વખતે તેણે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટના સમાચાર જાણ્યા હતા. ગુજરાત બાદ તેનું દિલ્હીમાં આવા બ્લાસ્ટ કરવાનું આયોજન હતું, તેથી તે આઝમગઢ મોડયુલના સંપર્કમાં હતો. પરંતુ પોલીસે ત્યાંના આંતકી મુફતી બશરની ધરપકડ કરી લેતાં તૌકિરે દિલ્હી બ્લાસ્ટની જવાબદારી નવા યુવકો આતીફ અમીન અને મોહમંદ સાજિદને સોંપી હતી. જેમણે દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરૂ પાર પાડી બતાવ્યું હતું. અમદાવાદમાં બ્લાસ્ટ બાદ સુરતમાં પ્લાન્ટ કરાયેલા બોંબ બ્લાસ્ટ નહી થતાં તૌકિર ભારે નારાજ થઇ ગયો હતો અને પાછળથી ભટકલબંધુઓ પાસે પાકિસ્તાન જતા રહેવાની ફિરાકમાં હતો. આ વખતે પણ દિલ્હીમાં તા.૨૬મી જાન્યુઆરી પહેલા બ્લાસ્ટ કરવાનું તેનું ષડયંત્ર હતું પરંતુ દિલ્હી સ્પેશ્યલ સેલના અધિકારીઓએ તૌકિરના ખતરનાક મનસૂબાઓ પર પાણી ફેરવી કાઢયું હતું. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ સુભાનને ગઇકાલે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આબાદ ઝડપી લઇ બહુ મોટી સફળતા મેળવી હતી કારણે કે, દેશભરના આંતકવાદી હુમલાઓ પૈકીના મોટાભાગના હુમલાઓમાં આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીની સીધી કે આડકતરી સંડોવણી હતી. આંતકી અબ્દુલ સુભાન કુરૈશીને દુનિયાના ટોપ બોમ્બર્સમાં સામેલ કરવામાં આવતો હતો અને તેને ભારતનો ઓસામા બિન લાદેનના નામથી પણ ઓળખવામાં આવતો હતો કારણ કે, દેશના ઘણા બધા આંતકી હુમલામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલો રહેતો હતો. કુરૈશી ૨૦૦૬ના મુંબઇ ટ્રેન બ્લાસ્ટમાં પણ સંડોવાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. તે સીમીનો ટોપ કમાન્ડર હતો, તેણે અન્ય આંતકવાદીઓની મદદથી ઇન્ડિયન મુઝાહિદ્દીનની શરૂઆત કરી હતી. દિલ્હી, ગુજરાત, બેંગ્લુરૂ, જયપુર અને મહારાષ્ટ્રના બ્લાસ્ટ તેમ જ આંતકી હુમલાઓ સહિતના અનેક ગંભીર આંતકવાદી ગુનાઓમા તે મોસ્ટ વોન્ટેડ હતો.

Related posts

સુરેન્દ્રનગરમાં ફોટાવાળી મતદાર યાદીના ખાસ સુધારણા અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન

editor

એટીએમમાં નોટો ભરનાર કર્મચારીએ ૩૨ લાખ ચોર્યા

aapnugujarat

બાપુનગરમાં રસ્તા પરના અડચણરૂપ દબાણો દુર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1