Aapnu Gujarat
રાષ્ટ્રીય

નવી વર્લ્ડક્લાસ ટ્રેનો જૂનમાં દોડતી થશે : રિપોર્ટ

રેલવે આ વર્ષે જૂન મહિના સુધી પોતાના પ્રકારની પ્રથમ સેમી હાઈસ્પીડ, સ્વસંચાલિત ટ્રેન લોંચ કરવાની તૈયારી કરી લીધી છે. આ ટ્રેન કોઇ સામાન્ય ટ્રેનોની સરખામણીમાં ૨૦ ટકા ઓછા સમયમાં અંતર કાપી શકશે. ચેન્નાઈ સ્થિત રેલવેની ઇન્ટ્રીગ્રલ કોચ ફેક્ટરીમાં આ પ્રકારની ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. ૧૬ કોચની આ ટ્રેન જૂન ૨૦૧૮ સુધી બનીને તૈયાર થઇ જશે. ટ્રેન-૧૮ નામથી આની શરૂઆત કરવામાં આવનાર છે. આ નવી ટ્રેનમાં યાત્રીઓ માટે વાઈફાઈ અને ઇન્ફોટેનમેન્ટ કોઇ જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને એલઈડી લાઈટિંગથી સજ્જ આંતરિક સુવિધા રહેશે. આ નવી ટ્રેનો વર્તમાન શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે. ટ્રેન-૨૦ના નામથી બીજી નવી ટ્રેનો ૨૦૨૦માં લોંચ થવાની આશા છે. વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે સજ્જ ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે. આને વર્તમાન રાજધાની ટ્રેનોની જેમ જ ઉપયોગ કરવામાં આવનાર છે. આઈસીએફમાં આ બંને ટ્રેનોનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેના નિર્માણનો ખર્ચ વિદેશથી આયાત કરવામાં આવતી ટ્રેનોની સરખામણીમાં અડધી રહેશે. માત્ર એક અંતર એ રહેશે કે ટ્રેન-૨૦ એલ્યુમિનિયમ બોડીની રહેશે જ્યારે ટ્રેન-૧૮ની સ્ટેઇનલેસ સ્ટીલ બોડી રહેશે. ઇએમયુની જગ્યાએ ચાલનાર નવી ટ્રેનોમાં સમકાલીન આધુનિક લૂક માટે કાંચની લાંબી બારીઓ રાખવામાં આવનાર છે. પોતાની રીતે ખુલે અને બંધ થાય તેવા દરવાજા અને સીડીઓ રહેશે. સ્ટેશનો પર જાતે ખુલશે અને બંધ થશે. આ ટ્રેનોમાં વેક્યુમવાળા બાયો ટોયલેટ રહેશે. ટ્રેન ૧૮ ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકશે. પ્રથમ ટ્રેન જૂન ૨૦૧૮ સુધી બનીને તૈયાર થશે. આ ટ્રેનથી દિલ્હી હાવડા રુટ ઉપર ૧૪૪૦ કિમી અંતર કાપવામાં ત્રણ કલાક ૩૫ મિનિટનો સમય બચશે.

Related posts

બડગામ : પોલીસ ચોકી પર આતંકવાદી હુમલો 

aapnugujarat

PM’s interaction through PRAGATI

aapnugujarat

સહારનપુર હિંસા માટે ભાજપ-આરએસએસ જવાબદાર, સીએમ યોગીને કરીશું ફરિયાદ : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1