સહારનપુરમાં એક વાર ફરીથી હિંસા ભડકી ઉઠી છે. હિંસા બાદ લગાતાર રાજકીય નિવેદનબાજી પણ તેજ થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ માયાવતીને સહારનપુર હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે, તો હવે બહુજન સમાજ પાર્ટીએ પણ ભાજપ પર પલટવાર કર્યો છે. માયાવતી એ કહ્યું કે, સહારનપુરમાં થઇ રહેલ હિંસા અને જાનમાલના નુકસાનના કારણે ભાજપ જવાબદાર છે. ભાજપ અને આરએસએસના જાતિવાદી તત્વ સામાજિક ભાઈચારાને બગાડવામાં વ્યસ્ત છે.
સીપીઆઈ(એમ) એ પણ નિવેદન જારી કરીને સહારનપુર હિંસાની નિંદા કરી છે. સીપીઆઈ(એમ) એ કહ્યું છે કે, માયાવતીની રેલી બાદ થયેલ હિંસા માટે હિંદુ યુવા વાહિની જવાબદાર છે.
ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે, સહારનપુરમાં શાંતિ સ્થાપિત થઇ હતી, પરંતુ માયાવતી પોતાની રાજકીય રોટલી શેકવા માટે ત્યાં ગયા, જ્યારબાદ ત્યાં માહોલ બગડ્યો અને હત્યા થઇ. શ્રીકાંત શર્માએ કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યાં લાપરવાહી થઇ છે.સહારનપુરમાં જાતીય હિંસા બાદ પોલીસ અને પ્રશાસન ગંભીર દેખાઈ રહ્યું છે. સીએમના નિર્દેશ બાદ ગૃહ સચિવ મણીપ્રસાદ મિશ્રા, એડીજી આદિત્ય મિશ્રા, આઈજી અમિતાભ યશ, ડીઆઈજી વિજય ભૂષણ સહીત વરિષ્ઠ અધિકારી સહારનપુરમાં ડેરો નાખીને બેઠા છે. ત્યારે, રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને ૧૫ લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાની ઘોષણા કરી છે.યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિંસા પર દુઃખ વ્યક્ત કરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. તેમણે હિંસાની તપાસ વરિષ્ઠ અધિકારીઓને સોંપી છે. તેમણે લોકોને સમયાન બનાવી રાખવાની અપીલ કરી છે. આ ઉપરાંત વિપક્ષી દળોને શાંતિ જાળવવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.