Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સાયબર હુમલાનો સામનો કરવા માટેની ખાસ તૈયારી : સેના સહિત અનેક એજન્સીઓની સંયુક્ત કવાયત

સાયબર હથિયાર કોઇપણ પ્રકારના મિસાઇલ હુમલા કરતા વધારે ખતરનાક હોઈ શકે છે. આ હથિયારોથી વિરોધીને ચકમો આપવાની બાબત હંમેશા પડકારરુપ રહે છે. ભારત હાલમાં સાયબર મિલેટ્રી જેવી જરૂરિયાતોથી ખુબ જ દૂર છે પરંતુ આ જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ભારતે હવે વર્ચ્યુઅલ વર્લ્ડમાં યુદ્ધનો ઉકેલ લાવવા આક્રમક તૈયારી કરી લીધી છે. ખાસ કરીને ચીનની સાથે સ્પર્ધામાં ઉતારવા માટે ઝડપથી સાયબર યુદ્ધ ક્ષમતાઓનું નિર્માણ હાથ ધર્યું છે. ભારતીય સેના આ સપ્તાહમાં જ એક મોટી સાયબર કવાયત હાથ ધરનાર છે. સાયબર કવાયત અથવા તો સાયબર એક્સ નામથી આ કવાયત હાથ ધરવામાં આવનાર છે. આમા એવા લોકોને સામેલ કરવામાં આવશે જે સાયબર હુમલાનો સંભવિત ખતરો થઇ શકે છે. આમા ખાસ કરીને વ્યૂહાત્મક નેટવર્ક અને પાવરગ્રીડ સામેલ છે. સુત્રોનું કહેવું છે કે, મિલેટ્ર્‌ી અને રાષ્ટ્રીય સ્તર પર કાલ્પનિક સાયબર હુમલા કરવામાં આવશે. આના મારફતે સ્થિતિને સમજવા, રિસ્પોન્સ જોવા અને ડેમેજ કન્ટ્રોલની પ્રક્રિયાને ઝડપથી સમજવાના પ્રયાસ કરવામાં આવશે. સાયબર એક્સ પોતાના પ્રકારની પ્રથમ જોઇન્ટ કવાયત છે જેમાં આર્મી, એરફોર્સ, નેવી ઉપરાંત ડિફેન્સ સ્ટાફના અનેક સંગઠનોના ટોચના અધિકારીઓ અને અનેક સંગઠનના ટોપના લોકો ભાગ લેશે. જે અન્ય સંસ્થાઓ આમા ભાગ લેનાર છે તેમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ, સચિવાલય, નેશનલ ટેકનિકલ રિસર્ચ, ડિફેન્સ એન્ડ રિસર્ચ, ઇન્ડિયન કોમ્પ્યુટર, નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર અને કોમ્પ્યુટર સિક્યુરિટી રિસ્ક સેન્ટર સામેલ છે. પોતાની વિરોધીઓની મિલેટ્રી સંપત્તિને નષ્ટ કરવા માટે ચીન ઝડપથી સાયબર હથિયારનું નિર્માણ કરી રહ્યા છે. ચીનના હથિયાર વ્યૂહાત્મક એનર્જી, બેંકિંગ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન ગ્રીડ પર હુમલા વ્યવસ્થિત થઇ શકે તેમાં ધ્યાન આપવામાં આવશે તથા આ પ્રકારના સંવેદનશીલ સ્થળોને રક્ષણથી બચાવાશે.

Related posts

પાંચ રાજ્યોનાં પરિણામ બતાવે છે કે પાર્ટીમાં સુધારો કરવાની જરૂર છે : સોનિયા

editor

નુપૂર શર્મા ટીવી પર આવીને જાહેરમાં માફી માંગે : સુપ્રીમ

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની દહેશત : ૪૦ ત્રાસવાદીઓ સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1