Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાક.ના આતંકવાદી અને દેશના ગદ્દારોનો ખાત્મો કરાશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના કોડરમામાં ચૂંટણી રેલીને સંબોધતા આજે કહ્યું હતું કે, વિરોધ પક્ષો દ્વારા હવે એવી એફવા ફેલાવવામાં આવી રહી છે કે, મોદી તો જીતી ગયા છે જેથી મતદાન કરવાની જરૂર નથી. વિરોધ પક્ષો દ્વારા આ પ્રકારની અફવા યોજનાપૂર્વક ફેલાવવામાં આવી રહી છે. ચૂંટણી સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, અમે જીતી ગયા છીએ પરંતુ વધુને વધુ મજબૂતી આપવા માટે દરેક વ્યક્તિને મતદાન કરવાની જરૂર છે. તીવ્ર ગરમી હોવા છતાં પણ લોકોએ મતદાન કરવા માટે બહાર નિકળવું જોઇએ. વિરોધ પક્ષો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. મોદી જીતી ગયા છે જેથી હવે વોટ કરવાની જરૂર નથી તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. આવા લોકો સામે સાવધાન રહેવા મોદીએ અપીલ કરી હતી. દરેક વ્યક્તિએ મતદાન કરીને શક્તિશાળી સરકારની રચના કરવી જોઇએ. પ્રથમ વખત વોટર બનેલા યુવાનોને મોટાપાયે મતદાન કરવા મોદીએ અપીલ કરી હતી. આજ બાબત તેઓએ વારાણસીમાં નામાંકન વેળા પણ લોકોને કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ચાર તબક્કા બાદ વિરોધ પક્ષો સંપૂર્ણપણે ધરાશાયી થઇ ચુક્યા છે જેથી હવે તેઓ કાનમાં જઇને એવી અફવા ફેલાવી રહ્યા છે કે, મોદી તો જીતી ગયા છે જેથી હવે ગરમીમાં મત આપવાની કોઇ જરૂર નથી. આટલી ગરમી વચ્ચે મતદાન કરવાની શું જરૂર છે પરંતુ આ પ્રકારની બાબતોમાં મતદારોએ ફસાવવું જોઇએ નહીં. મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. ખોટી બાબત ફેલાવવામાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પીએચડી કરી ચુક્યા છે. આન બાન અને શાન સાથે જીત મેળવવાની અમને જરૂર છે. મોદીએ ફરી એકવાર આતંકવાદ સામેની કઠોર કાર્યવાહી કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાનના ત્રાસવાદીઓ હોય કે પછી દેશના ગદ્દારો હોય કોઇને પણ છોડવામાં આવશે નહીં. જ્યાંથી પણ દેશને ખતરો હશે તેનો ખાત્મો કરવામાં આવશે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં રાજદ્રોહના કાયદાને દૂર કરનાર વચનની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે ઘોષણાપત્રમાં કહ્યું છે કે, જો તેમના સહકારથી કોઇ સરકાર બને છે તો દેશદ્રોહના કાયદાને દૂર કરવામાં આવશે. એટલે કે આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ફરી તક મળી જશે.
તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદીઓને કોઇપણ જગ્યાએ છોડવામાં આવશે નહીં. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી એર સ્ટ્રાઇક એક બાબત નક્કી છે કે જ્યાં પણ ખતરો હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. મહાગઠબંધન સામે પ્રહાર કરતા તેમણે ક્હયું હતું કે, મિશન મહામિલાવટ એટલે કેન્દ્રમાં એવી નબળી સરકાર જે હેઠળ તમામ પક્ષો મોજ ઉડાવે અને ગરીબોના કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવે. તેમના સગા સંબંધીઓને ભરપુર લાભ આપવામાં આવે. વિપક્ષ કોઇપણ કિંમતે દેશમાં મજબૂત અને પૂર્ણ સરકાર માટે ઇચ્છુક નથી.

Related posts

ग्रेटर नोएडा : नहर में गिरी कार, 6 लोगों की मौत

aapnugujarat

કેન્દ્રના પશુવધ નિયમ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી, ૧૫ જુને સુનાવણી

aapnugujarat

ફાયર ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ૧ જુલાઈથી વધી શકે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1