કેન્દ્ર સરકાર દ્વારા માંસ વેચવા અને કાપવા માટે જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સના વિરોધમાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઓલ ઇન્ડિયા જૈમુતુલ કુરૈશ એક્શન કમિટી દ્વારા નોંધવામાં આવી છે. આ એક નૈદારબાદનું એનજીઓ છે, જેના અધ્યક્ષ ફહીમ કુરૈશી છે. અરજીમાં બુધવારે જ જલ્દીથી સુનાવણીની અપીલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમકોર્ટેે ૧૫ જુનની તારીખ આપી છે.ઢોરના ખરીદ વેચાણના સબંધમાં કેન્દ્ર સરકારની નવી નોટીફીકેશન પર કેરળ હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. બુધવારે કોર્ટે તે જનહિત અરજીઓને રદ્દ કરી દીધી છે, જેમાં કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાની માંગણી કરી હતી.
હાઇકોર્ટે કહ્યું કે, ઢોરના ખરીદ વેચાણના સબંધમાં નવી નોટીફીકેશનને પ્રદર્શનકારીઓએ ખોટી સમજી લીધી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટે સમીક્ષામાં જણાવ્યું છે કે, ઢોરના માંસ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ કેન્દ્ર સરકારની નવી નોટીફીકેશન માત્ર મોટા બજારોના માધ્યમથી પશુઓના વેચાણ પર રોક લગાવે છે.કેરલ હાઈકોર્ટે ભલે નવી નોટીફીકેશન પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો પરંતુ મદ્રાસ હાઈકોર્ટે મંગળવાર એક જનહિત અરજીની સુનાવણી કરતા ઢોરના ખરીદ વેચાણના સબંધમાં કેન્દ્ર સરકારની નવી નોટીફીકેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારને ૪ અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું હતું.
આગળની પોસ્ટ