Aapnu Gujarat
રાષ્ટ્રીય

ફાયર ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ૧ જુલાઈથી વધી શકે : રિપોર્ટ

જીએસટી વ્યવસ્થા અમલી કરવાની તૈયારી હાથ ધરાઈ છે ત્યારે ફાયર ઇન્સ્યોરન્સ પ્રિમિયમમાં વધારો થઇ શકે છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા આ મુદ્દે અભ્યાસ કામગીરી હાથ ધરી છે. માર્કેટ હિસ્સેદારી વધારવાના હેતુસર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર આ દિશામાં પહેલી જુલાઈથી આગળ વધશે. પહેલી જુલાઈથી વિમાના ક્ષેત્રમાં પણ ધરખમ સુધારા અમલી કરવામાં આવનાર છે. પહેલી જુલાઈના દિવસથી ફાયર ઇન્સ્યોરન્સ માટે આંકડા એકત્રિત કરી લેવામાં આવ્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે. પ્રિમિયમમાં જંગી વધારો થઇ શકે છે. જો કે, આ ફેરફાર વિમા કંપનીઓ ઉપર જુદી જુદીરીતે અસર કરશે. એસોચેમના ઇન્સ્યોરન્સ કાઉન્સિલ ચેરમેન અને નેશનલ ઇન્સ્યોરન્સના જીએમ કેબી વિજય શ્રીનિવાસે કહ્યું છે કે, ફાયર માટે અમારા નવા સેટ ઓફ રેફરન્સ રેટ પહેલી જુલાઈથી લાગૂ કરવામાં આવશે. જો કે, આ રેટ વિમા કંપનીઓ ઉપર ફરજિયાતપણે લાગૂ કરવામાં આવશે નહીં. ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરોના સીઈઓ કે પ્રેમે કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રી દ્વારા હાલ નુકસાન કરવામાં આવી રહ્યું છે. નુકસાનનો રેશિયો સતત વધ્યો છે. આવી સ્થિતિમાં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા પ્રિમિયમમાં વધારો કરવાના મુદ્દે હિલચાલ ચાલી રહી છે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરવામાં આવી રહી છે. મોટાભાગની વસ્તુઓ અને સર્વિસ માટેના રેટ નક્કી કરવામાં આવી ચુક્યા છે. થોડીક ચીજવસ્તુઓના રેટ હજુ નક્કી કરાયા નથી. આજે પણ જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરાી હતી. વિમા ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ નવી દુવિધા રહેશે.

Related posts

ट्रैक्टर, कम्प्यूटर पाट्‌र्स समेत ६६ प्रोडक्ट्‌स पर घटा जीएसटी रेट

aapnugujarat

૧૫ ઓગસ્ટ સુધી તમામને રસી મુકવાની યોજના

editor

રંજન ગોગોઇએ દેશના નવા સીજેઆઈ તરીકે શપથ લીધાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1