Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આતંકી(દિગ્વિજસિંહ)નું સમાપન કરવા માટે સંન્યાસીને ઉભુ થવુ પડ્યું છેઃ પ્રજ્ઞા ઠાકુર

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તમને કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પર આકરા પ્રહાર કરતા તેમને ‘આતંકવાદી’ કહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારે સીહોરમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન કરતા સમયે પ્રજ્ઞા ઠાકુરે દિગ્વિજય પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં ૧૬ વર્ષ પહેલા ઉમા દીદીએ તેમને હરાવ્યા હતા અને ૧૬ વર્ષ સુધી તેઓ દેખાયા નહીં. પરંતુ હવે ફરી સામે આવ્યા છે જ્યારે બીજી સંન્યાસી તેમની સામે ઉભી છે. જે તેમના કર્મોનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે,‘એકવાર ફરી એવા આતંકીનું સમાપન કરવા માટે સંન્યાસીને ઉભી થવું પડ્યું છે.’ તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ભોપાલની લોકસભા બેઠકથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવ્યા છે. લોકસભા ચૂંટણીના માહોલમાં બીજેપી અને પાર્ટી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર તરફથી કોંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર સતત શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભોપાલથી બીજેપી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર આ પહેલા પણ વિવાદિત નિવદનોના કારણે ચર્ચામાં રહ્યા છે.

Related posts

२ अक्टूबर को रेल में नहीं परोसा जाएगा नॉनवेज

aapnugujarat

मोदी के भाषण में दम नहीं, राफेल-डोकलाम पर चुप्पी : रणदीप सुरजेवाला

aapnugujarat

ગુડગાંવ દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1