Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુડગાંવ દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર

દુનિયાનાં સૌથી પ્રદુષિત શહેરોમાં ગુડગાંવનું નામ મોખરે છે. આઈક્યૂ એવિઝ્યુઅલ અને ગ્રીનપીસનાં રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જેમાં દુનિયાનાં ટોપ-૧૦ પ્રદુષિત શહેરોમાં ભારતનાં ૭ શહેર સામેલ છે. ટોપ-૫માં પાકિસ્તાનનાં ફૈસલાબાદ ઉપરાંત ૪ શહેરો ભારતનાં જ છે. પ્રદુષણનો અંદાજ પીએમ ૨.૫ કણોનાં આધારે કરવામાં આવ્યો છે. પીએમ ૨.૫ કણ ઘણાં જ નુકસાનકારક હોય છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે.ગ્રીનપીસનાં દક્ષિણ-પૂર્વ એશિયાનાં કાર્યકારી આયોજક યેબ સાનો પ્રમાણે, પ્રદુષણની ઘણી ગેરઅસરો વર્તાઈ રહી છે. જે આપણાં સ્વાસ્થ્ય અને ખીસ્સા પર પણ અસર કરે છે. જેનાથી ઘણી જીંદગીઓ ખતમ થઈ ગઈ છે. આ ઉપરાંત અંદાજે ૨૨૫ બિલિયન ડોલર(આશરે ૧૫ લાખ કરોડ રૂપિયા)નું પણ નુકસાન થયું છે અને કરોડો ડોલર દવાઓ પર ખર્ચ કરાયા છે.
ભારત દુનિયાની સૌથી ઝડપી ગતિથી વધતી અર્થવ્યવસ્થામાંથી એક છે. ૩૦ સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતનાં ૨૨ શહેર સામેલ છે. ચીનનાં ૫, પાકિસ્તાનનાં ૨ અને ૧ બાંગ્લાદેશનું શહેર છે. વર્લ્ડ બેંક પ્રમાણે-પ્રદુષણનાં કારણે ભારતનાં ઘરેલૂ ઉત્પાદનમાં ૮.૫%નું નુકસાન થયુ હતુ. બીજી તરફ પ્રદુષણનું સ્તર ઓછું કરવામાં ચીનને મોટી સફળતા મળી છે. ચીનમાં ૨૦૧૭ પ્રમાણે ૨૦૧૮માં પ્રદુષણનાં સ્તરમાં ૧૨%નો ઘટાડો નોંધાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે નેશનલ પીપલ્સ કોંગ્રેસની થનારી બેઠકમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રદુષણની ગંભીર સમસ્યાનાં સમાધાન માટે સંદેશો પણ આપશે.

Related posts

મોનસૂન સત્રમાં ત્રણ તલાક,ઓબીસી,દુષ્કર્મને આકરી સજા અંગેના બિલ પસાર કરવા સરકાર સજ્જ

aapnugujarat

NIA summons grandson of separatist leader Syed Ali Shah Geelani in 2017 terror funding case

aapnugujarat

केरल में एनआईए जांच के लिए लव जिहाद के ९० मामले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1