Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એરસ્ટ્રાઇક પર ભાજપના સાથી શિવસેનાએ કહ્યું, ’દેશવાસીઓને સત્ય જાણવાનો હક છે’

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી એરસ્ટ્રાઇકને લઇને રાજકિય વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષ તેને લઇને પુરાવા માંગી રહ્યાં છે. પુરાવા માંગતી પાર્ટીઓમાં હવે ભાજપના જ સાથી શિવસેનાનું નામ જોડાયું છે. શિવસેનાએ કહ્યું કે, આ બાબતે દેશવાસીઓને સત્ય જાણવાનો હક છે.શિવસેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, દેશવાસીઓને તે જાણવાનો હક છે કે આપણે દુશ્મનના ઘરમાં કેટલું નુંકસાન પહોંચાડ્યું છે. અમને નથી લાગતું કે આવા પ્રકારના સવાલો કરવાથી સેનાના જવાનોનું મનોબળ નબળું પડશે.
સામનાના લેખ અનુસાર શિવસેનાએ લખ્યું છે કે, ઘણાં મુદ્દે વડાપ્રધાન ઇમોશનલ થઇ જાય છે. પરંતુ આ વખતે વડાપ્રધાનની આંખમાં આંસું નથી જોવા મળ્યા. આ વખતે તેઓ વધારે ખુશ દેખાઇ રહ્યાં છે. એક તરફ પાકિસ્તાન સાથે જંગનો માહોલ હતો જ્યારે બીજી તરફ તેઓ રેલીઓ સંબોધી રહ્યાં હતા.
પુલવામા હુમલા પહેલા વિપક્ષ પાસે મોંઘવારી, બેરોજગારી, રાફેલ ડીલ સહિત ઘણાં મુદ્દાઓ હતા. પરંતુ હવે લાગી રહ્યું છે કે એરસ્ટ્રાઇક બાદ દરેક મુદ્દા પૂર્ણ થઇ ગયા છે અને દરેક એરસ્ટ્રાઇકની વાત કરી રહ્યાં છે.

Related posts

મરાઠા અનામત : મામલો બેકવર્ડ ગ્લાસ કમિશનને મોકલવા નિર્ણય

aapnugujarat

દેશમાં કાળઝાળ ગરમીના કહેરથી ર૧નાં મોત

aapnugujarat

पी.चिदंबरम ने कहा कि सरकार को कृषि कानूनों पर अपनी गलती माननी चाहिए

editor

Leave a Comment

UA-96247877-1