Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કાળઝાળ ગરમીના કહેરથી ર૧નાં મોત

યુપી અને રાજસ્થાન તેમજ હરિયાણામાં ગરમીના કારણે કુલ ર૧ લોકોનાં મોત થયાં છે. દેશમાં ૧૧૬ વર્ષમાં તાપમાનમાં ૧.ર ડિગ્રીનો વધારો થયો હોવાથી હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેમાં અત્યાર સુધી ૧૯૯પનું વર્ષ સૌથી ગરમ રહ્યું હતું.ગઈ કાલે પણ હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. બુંદેલખંડમાં પણ આકરી ગરમી પડી રહી છે. પંજાબ અને અમૃતસરમાં તાપમાન સૌથી ઊંચું રહ્યું હતું. દરમિયાન આજે અને આવતી કાલે હિમાચલ પ્રદેશમાં વરસાદ પડે તેવી સંભાવના છે, જ્યારે પ. બંગાળમાં હવામાનમાં પલટો આવ્યો છે, જ્યાં ગઈ કાલે તાપમાનમાં ઘટાડો થયો હતો. જે સાંજે વધુ નીચે ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણામાં છેલ્લાં ૧૯ વર્ષમાં પહેલી વાર લઘુતમ તાપમાન સૌથી વધુ રહ્યું હતું, જેમાં લઘુતમ તાપમાન ૩૬.૩૧ ડિગ્રી રહ્યું હતું. જે અગાઉ ૧૯૯૮માં ર૭.૪ ડિગ્રી રહ્યું હતું. ગઈ કાલે જમ્મુમાં મહત્તમ તાપમાન ૪ર.૯ ડિગ્રી રહ્યું હતું.દેશનાં મોટા ભાગનાં રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દેશમાં હાલ સરેરાશ તાપમાન ર૦મી સદીની સરખામણીએ ૧.ર ડિગ્રી વધી ગયું છે, જેના કારણે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. પર્યાવરણ સાથે સંકળાયેલા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરન્મેન્ટ (સીએસઈ)એ ૧૯૦૧થી અત્યાર સુધી દર વર્ષના તાપમાનની એનાલિસિસ કરી છે. સીએસઈએ તાપમાનમાં થયેલા વધારાને દર્શાવવા પ્રથમ વાર એનિમેટેડ ક્લાઈમેટ સ્પાઈરલ તૈયાર કર્યુ છે. જે દેશનું પહેલું આવું વિઝયુઅલ પ્રેઝન્ટેશન છે.૧૯૯પનું વર્ષ સૌથી ગરમ રહ્યું હતું. ત્યારબાદ ર૦૧૬ બીજા નંબરનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. ૧૧૬ વર્ષના ઈતિહાસમાં ૧પ સૌથી વધુ ગરમ વર્ષમાંથી ૧૩ વર્ષ ર૦૦રથી ર૦૧૬ દરમિયાન રહ્યા હતા.

Related posts

કર્મીઓના પગારમાં ૯-૧૨ ટકાનો એકંદરે વધારો રહેશે

aapnugujarat

युवक की पीट-पीटकर हत्या पर बोले राहुल- सत्तासीनों की खामोशी हैरान करने वाली

aapnugujarat

RJD के भीष्म-द्रोणाचार्य भी देख रहे पार्टी के आंतिरक लोकतंत्र का चीरहरण : सुशील मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1