Aapnu Gujarat
ગુજરાત

કાર્બાઇડ કેરી બાબતે સરકાર અને કોર્પોરેશન પોતાની ફરજ નિભાવતા નથી : હાઈકોર્ટ

ઉનાળો આવતાની સાથે ફળોના રાજા કેરીની સીઝન પણ શરૂ થઇ છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીનું વેચાણ શરૂ થઇ ગયું છે. આ મામલે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.
અમદાવાદ સ્થિત હાઇકોર્ટમાં કાર્બાઇડથી પકવવામાં આવતી કેરી મામલે સુઓમોટો અરજી કરવામાં આવી છે. આ અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે નોંધ્યું કે માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવાતી કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેની સામે કોર્પોરેશન અને સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહ્યું છે. બંને પોતાની ફરજ નથી નિભાવી રહ્યાં જેના કારણે હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે.
ઝાટકણી બાદ હાઇકોર્ટે કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીને લઇને શુ કાર્યવાહી કરવામાં આવી તે અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. આગામી દિવસોમાં આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીને કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. લોકોમાં બિમારી ફેલાવવાનો ભય રહે છે. તો બીજી બાજુ આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પણ કેરીના ઉત્પાદન પર ભારે અસર પડી છે.

Related posts

અમદાવાદ કાલુપુર મંદિરના સ્વામી એક પરિણિતાને લઇ ફરાર

aapnugujarat

કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

સૂરજ ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1