Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુ યાદવ બચવા સંઘ-ભાજપના શરણમાં ગયા હતા : સુશીલકુમાર મોદી

બિહારનાં ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ લાલુ યાદવ પર કરેલી ટીપ્પણીથી રાજકારણ ગરમાયું છે. લાલુ યાદવ સીબીઆઇથી બચવા માટે સંઘ અને ભાજપની શરણમાં ગયા હતાં,તેવા સુશીલ મોદીનાં નિવેદનથી લાલુ યાદવનાં પુત્ર અને બિહાર વિધાનસભાનાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવ લોલચોળ થઇ ગયા છે.
ગુસ્સે ભરાયેલા તેજસ્વી યાદવે પણ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર ટિ્‌વટરનાં માધ્યમથી આકરો હુમલો કર્યો છે. સુશીલકુમાર મોદીની ટિપ્પણી બાદ લાલુના પુત્ર તેજસ્વી યાદવે એક પછી એક ટિ્‌વટ કરીને પોતાનો બળાપો ઠાલવ્યો છે.
તેજસ્વીએ ટ્‌વીટ કરીને કહ્યું કે દેશના લાખો-કરોડો રૂપિયા લૂંટીને ભાગનારા એક જ વર્ણ અને જાતિના છે. તે ભાગેડુ ડકૈતો અને ચોર લુંટારુઓમાં એક પણ દલિત, પછાત કે આદિવાસી કે મુસલમાન નથી.તો દેશના મહાચોર ખાનદાની ઠગ લૂટારા કઈ ગેંગના જમાત થયા.તેવો પણ સવાલ કર્યો.
એક પછી એક સતત ટિ્‌વટ કરીને તેજસ્વી યાદવે સુશીલ મોદીની સાથે સાથએ બિહારનાં સીએમ અને જેડીયુ નેતા નિતીશ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે નિતીશ કુમાર પર આરોપ લગાવ્યો હતો કે બિહારમાં સંઘનાં અસલી જન્મદાતા જ નિતીશ કુમાર છે. પલટુ ચાચાએ ગુંલાટી ગલાવ્યા બાદ સંઘે દુધ પાવાનું બંધ કરતા તેઓ ફરી લાલુજીની શરણે આવવા માગતા હતાં.

Related posts

અરુણાચલ મુદ્દે ભારત-ચીન ફરી આમને સામને

aapnugujarat

પાકિસ્તાનના એફ-૧૬નો કાટમાળ મળ્યો

aapnugujarat

૨૩ મેને મોદી દિવસ તરીકે ઉજવવા બાબા રામદેવનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1