Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહેબુબા મુફ્તીની ધમકી, ‘જો આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવશો તો ભડકે બળશે દેશ’

લોકસભા ચૂંટણીને લઈ બીજેપીએ સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ટ્‌વીટ કરી જમ્મુ-કાશ્મીરની પૂર્વ પુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બીજેપી સરકારને ધમકી આપી છે. મહેબૂબા મુફ્તીએ ટ્‌વીટ કર્યું, પહેલાથી જ જમ્મુ-કાશ્મીર બાદૂદના ઢગલા પર બેઠેલું છે. જો આવું થયું તો, માત્ર કાશ્મીર જ નહીં પરંતુ, પૂરો દેશ ભડકે બળશે. જેથી બીજેપીને અપીલ કરૂ છું કે, તે આગ સાથે રમવાનું બંધ કરે.ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા જાહેર કરેલા ઘોષણાપત્રમાં ૩૫એ હટાવવાનો વાયદો કર્યો છે. ગત ત્રણ-ચાર વર્ષમાં કેટલીએ વખત કાશ્મીર સંદર્ભે ૩૫એની ચર્ચા થતી રહી છે. આ વિવાદાસ્પદ મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. હાલમાં આ મામલો સુપ્રીમકોર્ટમાં પણ વિચારાર્થે છે.આર્ટિકલ ૩૫એ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકાર આપે છે. જમ્મુ-કાશ્મીરમાં આ આર્ટિકલમાં કોઈ પણ પ્રકારના પેરફારનો વિરોધ થઈ રહ્યો છે. હાલની ચૂંટણીમાં પણ જમ્મુ-કાશ્મીર ના પ્રમુખ રાજનૈતિક દળોએ ૩૫એને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. તે આ કલમ હટાવવાના તમામ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે.૩૫એ રાજ્યને તે નક્કી કરવાની તક આપે છે કે ત્યાંનો સ્થાયી નાગરિક કોણ છે. આ આર્ટિકલના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાયી નાગરિકો જ ત્યાં કોઇ પ્રોપર્ટી ખરીદી શકે કે કોઇ મિલકતના નાગરિક બની શકે. આ આર્ટિકલ પ્રમાણે અસ્થાયી નાગરિકને ત્યાં સરકારી નોકરીઓ અને સરકારી સહાયતાથી પણ વંચિત રાખવામાં આવે છે. આ આર્ટિકલ પ્રમાણે જમ્મુ કાશ્મીરની કોઇપણ છોકરી રાજ્યની બહાર કોઇપણ છોકરા સાથે લગ્ન કરે છે તો તેના અને તેના બાળકોને જમ્મુની કોઇપણ મિલકત સાથેના અધિકારો મળતા નથી.

Related posts

राज्यसभा में सिब्बल बोले छप रहे एक ही नंबर के दो नोट

aapnugujarat

મુંબઈ ટ્રેનમાં ‘બોમ્બ’ની વાત કરતા કેરળના છ શખ્સોની અટકાયત

aapnugujarat

मुझे विशेष विमान की नहीं सिर्फ J&K में आजादी से घूमने की अनुमति चाहिए : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1