Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

યોગી સરકાર રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ

ઉત્તર પ્રદેશને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર માનવામાં આવે છે. આ રાજ્ય દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કાર્યકાળ સંભાળ્યાની સાથે જ યોગી સરકારે રાજ્યમાં રોકાણ વધારવા માટે નીતિગત બદલાવ કર્યા છે. આમ છતા પણ તેઓ રોકાણકારોને આકર્ષી શક્યા નથી. અત્યારે પણ ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર ગત બે વર્ષમાં ઉત્તર પ્રદેશમાં માત્ર ૫.૧૪ ટકા રોકાણકારોએ રોકાણ કર્યું છે જ્યારે ગુજરાતમાં ૨૧.૩ ટકા રોકાણકારોએ રોકાણ કર્યું છે.મંત્રાલયે જાન્યુઆરી ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી કુલ રોકાણનો રાજ્યવાર આંકડો જાહેર કર્યો છે. આ અનુસાર વર્ષ ૨૦૧૭માં કુલ ૧૯૭૨ કોરાણકારોએ દેશમાં રોકાણ કર્યું છે. આમાંથી માત્ર ૭૦ રોકાણકારોએ ઉત્તરપ્રદેશને પસંદ કર્યું છે, જ્યારે ૪૨૮ લોકોએ રોકાણ કરવા માટે ગુજરાતની પસંદગી કરી છે. ૨૦૧૮માં ૨૧૭૩ નિવેશકો પૈકી ૧૪૮ લોકો ઉત્તર પ્રદેશમાં રોકાણ કર્યું જ્યારે ૪૬૪ રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કર્યું. જાન્યુઆરી ૨૦૧૯માં પણ ૧૫૫ રોકાણકારો પૈકી માત્ર ૩ રોકાણકારોએ યુપીમાં રોકાણ કર્યું જ્યારે ૨૫ રોકાણકારોએ ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો. કુલ મિલાવીને ૪૩૦૦ રોકાણકારો પૈકી ૨૨૧ રોકાણકારોએ ઉત્તર પ્રદેશ અને ૯૧૭ લોકોએ ગુજરાતમાં રોકાણ કર્યું.
દેશમાં કુલ ૩.૯૫ લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવ્યું. આમાંથી ઉત્તર પ્રદેશમાં ૧૨,૨૨૪ કરોડ રુપિયાનું રોકાણ થયું, જ્યારે ગુજરાતમાં ૭૯,૦૬૮ કરોડ રુપિયાનું રોકાણ થયું. વર્ષ ૨૦૧૮માં કુલ ૪.૫૮ લાખ કરોડ રુપિયાના રોકાણમાંથી ૨૬,૨૬૨ કરોડ રુપિયા ઉત્તર પ્રદેશ અને ૭૯,૪૩૩ કરોડ ગુજરાતને મળ્યા. જાન્યુઆરી ૨૦૧૯માં ૧૯,૯૮૨ કરોડ રુપિયા પૈકી ૪૨૪ કરોડ ઉત્તર પ્રદેશ અને ૬,૨૬૪ કરોડ રુપિયા ગુજરાતમાં રોકવામાં આવ્યા. કુલ મીલાવીને ૮.૭૩ લાખ કરોડ રુપિયા પૈકી ૩૮,૯૧૦ રુપિયા ઉત્તર પ્રદેશને મળ્યા. ગુજરાતને કુલ રોકાણ પૈકી ૧,૬૪,૭૬૫ કરોડ રુપિયા પ્રાપ્ત થયા.ગુજરાત સીવાય મહારાષ્ટ્રમાં કુલ ૮૦૪ રોકાણકારોએ રોકાણ કર્યો. આ રોકાણકારોએ મહારાષ્ટ્રમાં ૧.૩૮ લાખ કરોડ રુપિયાનું રોકાણ કર્યું. કર્ણાટકમાં ૩૫૯ રોકાણકારોએ ૨.૪૪ લાખ કરોડ રુપિયાનું રોકાણ કર્યું. આંધ્ર પ્રદેશમાં ૩૨૩ રોકાણકારોએ કુલ ૪૯,૫૪૯ કરોડ રુપિયાનું રોકાણ કર્યું. રાજસ્થાનમાં ૨૦૩ રોકાણકારોએ ૫૧,૯૪૬ કરોડ રુપિયાનું રોકાણ કર્યું.

Related posts

કાશ્મીરમાં કેમિકલ દારુગોળાનો ઉપયોગ કરવાનો પાકિસ્તાનનો આક્ષેપ

aapnugujarat

आइडिया के चेयरमैन बिडला की सैलरी सिर्फ ३.३ लाख

aapnugujarat

ખેડૂત અને સેનાને મળી શકે છે બમ્પર ભેટ, મોદી સરકાર ખર્ચ કરશે ૨૭ લાખ કરોડ રૂપિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1