Aapnu Gujarat
રમતગમત

આઇસીસીએ ઇન્ટરપોલ સાથે હાથ મિલાવ્યા

ક્રિકેટને ભ્રષ્ટાચારથી દૂર રાખવા માટે આઇસીસીએ વૈશ્વિક પોલીસ સંગઠન-ઇન્ટરપોલ સાથે હાથ મિલાવી લીધા છે. આઇસીસીનાં જણાવ્યા અનુસાર ગત અઠવાડિયે ભ્રષ્ટાચાર વિરોધી કમિટીનાં જનરલ મેનેજર એલેક્સ માર્શલે ફ્રાંસનાં શહેર લિયોનમાં આવેલા ઇન્ટરપોલનાં મુખ્યાલયમાં શીર્ષ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને આ રમતને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાના ઉપાયો પર ચર્ચા કરી.
ક્રિકેટ જેવી લોકપ્રિય રમતને ભ્રષ્ટાચારથી રોકવા માટે આઇસીસી ઇન્ટરપોલની મદદ ઇચ્છે છે.
એલેક્સે કહ્યું કે, આઇસીસી અને ઇન્ટરપોલ સાથે મળીને કામ કરવા ઇચ્છે છે અને ગત અઠવાડિયે અમારી વાતચીત સકારાત્મક રહી.
ઘણા દેશોની કાનૂની સંસ્થાઓ સાથે આઇસીસીનાં સંબંધ ઘણા સારા છે, પરંતુ ઇન્ટરપોલ સાથે કામ કરીને અમે અમારે પહોંચ ૧૯૪ દેશો સુધી બનાવી શકીએ છીએ.
એલેક્સે કહ્યું કે આઇસીસીનો ઉદ્દેશ ખેલાડીઓને ભ્રષ્ટાચારને લઇને શિક્ષિત કરવા અને આ સાથે દરેક માધ્યમો અને સાધનો પર લગામ ખેંચીને રોકવાનો ઉદ્દેશ છે. આઇસીસી ઇચ્છે છે કે રમતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ઇન્ટરપોલ પોતાની વ્યાપક પહોંચથી તેમની મદદ કરે છે.

Related posts

Malaysia Badminton Legend Lee Chong Wei declare retirement after cancer battle

aapnugujarat

न्यूजीलैंड के खिलाफ टेस्ट सीरीज के लिए भारतीय टीम का एलान

aapnugujarat

पाक का लक्ष्य आत्मनिर्भर बनना : पीसीबी सीईओ

editor

Leave a Comment

UA-96247877-1