Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં કેમિકલ દારુગોળાનો ઉપયોગ કરવાનો પાકિસ્તાનનો આક્ષેપ

પાકિસ્તાને આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભારતીય સુરક્ષા દલો જમ્મુ કાશ્મીરમાં કેમિકલ ચીજવસ્તુઓને આવરી લેતા દારુગોળાનો ઉપયોગ કરી રહ્યા છે. કાશ્મીરમાં હાલ કેમિકલ દારુગોળાનો ઉપયોગ થઇ રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીઝ ઝકારિયાએ આ પ્રકારનો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે, ભારતીય સુરક્ષા દળોએ ખતરનાક કેમિકલનો ઉપયોગ કાશ્મીરીઓને ખતમ કરવા કરી રહ્યા છે. તેમની પ્રોપર્ટીને નષ્ટ કરવામાં આવી રહી છે.
ઝાકરિયાએ કહ્યું છે કે, પુલવામા જિલ્લામાં કાટપોરા અને બહામનુંમાં આવાસમાંથી જે દાઝીગયેલા અને ખરાબરીતે સળગી ગયેલા મૃતદેહ મળ્યા છે તેમાંથી આ મુજબની માહિતી મળી છે. કેમિકલ એજન્ટનો ઉપયોગ આમા કરવામાં આવ્યો હતો. એક અગ્રણી અંગ્રેજી અખબારે તેમને ટાંકીને કહ્યું છે કે, પુલવામામાં સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ મકાનો નાશ પામ્યા હતા. આ પાંચ મકાનોના કાટમાળમાં કાશ્મીરી યુવાનોના સળગી ગયેલા મૃતદેહ મળી આવ્ય ાહતા. આ મૃતદેહ ખુબ ખરાબ હદ સુધી બળી ગયા હતા. તેમની ઓળખ થઇ શકી નથી. ઝકારિયાએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આમા તપાસ કરવી જોઇએ. ભારતીય સુરક્ષા દળો આ પ્રકારના ઘાતક હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોના સંદર્ભમાં કોઇ માહિતી આપવાનો ભારતે ઇન્કાર કર્યો છે.
પાકિસ્તાને વર્ષોથી બિનજરૂરી આધાર વગરના આક્ષેપો કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે. હવે પાકિસ્તાને કેમિકલ દારુગોળાના ઉપયોગની વાત કરીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. વૈશ્વિક સમુદાય વચ્ચે પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે ત્યારે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ પાકિસ્તાન દ્વારા ફરી હાથ ધરાયા છે જેની નોંધ લેવાય તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે.

Related posts

મમતા ઝાંસીની રાણી નહી, કિમ જોંગ ઉન છેઃ ગિરિરાજ સિંહ

aapnugujarat

દેશના ગરીબ લોકો માટે આવી રહી છે દેવામાફીની બમ્પર યોજના, નવી સરકારની પ્રતીક્ષા

aapnugujarat

पीएम ने भाजपा सांसदों की लगाई क्लास : जिसको जो करना हैं करें, मैं २०१९ में देखूंगाः पीएम मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1