Aapnu Gujarat
ગુજરાત

બોપલ એસ.પી.રિંગ રોડ પર મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું

સરખેજ ગાંધીનગર હાઇવે પર છેક ગાંધીનગર સુધી હાઇવે પર આવતા તમામ ચાર રસ્તા પર ફલાયઓવર બ્રીજ બનાવવામાં આવશે અને સૌરાષ્ટ્ર સુધીના તમામ હાઇવે માર્ગ સીક્સ લેન બનાવવામાં આવશે એ મતલબની મહત્વપૂર્ણ જાહેરાત આજે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અત્રે કરી હતી. બોપલ એસપી રીંગરોડ પરના સૌથી મોટા ફલાયઓવર બ્રીજ અને બોપલ પોલીસ સ્ટેશનના ઉદ્‌ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરખેજથી ગાંધીનગરના અતિ વ્યસ્ત હાઇવે પર ટ્રાફિકના નિવારણ માટે સીક્સલેન રોડ અને તમામ ચાર રસ્તા પર ફલાયઓવર બ્રીજ માટે રૂ.૭૦૦ કરોડ મંજૂર કરાયા છે. જયારે અમદાવાદથી રાજકોટના હાઇવેના માર્ગો આશરે રરૂ.૨૫૦૦ કરોડના ખર્ચે સીક્સ લેન બનાવવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જે આધુનિક વિકાસ થઇ રહ્યો છે, તેના મૂળમાં રાજયના વૈશ્વિક વિકાસ માટેની નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ રહેલી છે. અમદાવાદને વધુ સુવિધાસભર બનાવવા માટે રાજય સરકાર ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પ્રજાલક્ષી કામો જેવા કે, પાણી, રસ્તા, ગટર, આરોગ્ય સહિતના કામો માટે રૂ.૫૦૦ કરોડથી વધુની ગ્રાંટ ફાળવવામાં આવી છે. આજના કાર્યક્રમ દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી શંકર ચૌધરી, ઔડાના ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન છેલ્લા આઠેક મહિનાથી ઉદ્‌ઘાટનની રાહ જોઇ રહેલા બોપલ પોલીસમથકનું પણ આજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. અદ્યતન એવા બોપલ પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે પાણીની સુવિધા, બેસવા માટે અલાયદો રૂમ, પોલીસ કર્મીઓ માટે પણ રેસ્ટરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. વળી, સમગ્ર પોલીસ સ્ટેશનને અંદર અને બહારથી સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું છે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સવારે અને સાંજે ટ્રાફિક ચક્કાજામની પરિસ્થિતિ હવે રોજ જાણે સામાન્ય બની ગઇ છે. ખાસ કરીને હાઇવે પરના પાર્ટી પ્લોટો કે કલબોમાં લગ્ન પ્રસંગ કે જાહેર કાર્યક્રમો વખતે તો આ હાઇવે પર નીકળવું કે પાર્કિંગ કરવું માથાના દુખાવા સમાન બની રહે છે ત્યારે હવે મુખ્યમંત્રીએ એસજી હાઇવેથી ગાંધીનગર સુધીના માર્ગમાં આવતા તમામ ચાર રસ્તા પર ફલાયઓવર બ્રીજ બનાવવાની જાહેરાત થતાં જો ફલાયઓવર બ્રીજ બનશે તો, આ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા મહ્‌દઅંશે હલ થઇ જશે.

Related posts

Junagadh : પતિ શારિરિક સંબંધ ન બાંધતા પત્નીએ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ

aapnugujarat

कच्छ में ट्रिपल सड़क हादसा, 10 लोगों की मौत व 5 घायल

aapnugujarat

साल अस्पताल को केन्टीन बंद करने म्युनि नोटिस देने की तैयारी में हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1