Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશના ગરીબ લોકો માટે આવી રહી છે દેવામાફીની બમ્પર યોજના, નવી સરકારની પ્રતીક્ષા

કોર્પોરેટર બાબતના મંત્રાલય દ્વારા યોજના તૈયાર કરવામાં આવી રહીં છે જેમાં સમગ્ર દેશમાં લોન માફ કરી દેવામાં આવશે. આ યોજના અંતર્ગત નાની લોન લેનાર તમામ લોકોની લોન માફ કરવામાં આવશે. જોકે, આ યોજનાનો અમલ નવી સરકાર સત્તામાં આવ્યા બાદ કરવામાં આવી શકે છે. યોજના અંતર્ગત દુકાનદારોથી લઇ નાના ખેડુતો અને શિલ્પકારો તમામની લોન માફ કરી દેવામાં આવી શકે છે.મિડિયા અહેવાલ અનુસાર, આવક અને સંપત્તીને ધ્યાનમાં રાખીને યોજનાના લાભાર્થી નક્કી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ વર્ષની ૬૦,૦૦૦ રૂપિયા આવક, ૩૫,૦૦૦ રૂપિયા અથવા તેનાથી ઓછું દેવુ અને ૨૦,૦૦૦ રૂપિયા અથવા તેનાથી ઓછી સંપત્તી વાળાને લાભ મળવા પાત્ર રહેશે.કોર્પોરેટ બાબતના સચિવ આઈ. શ્રીનિવાસે સમાચાર પત્રને જણાવ્યું કે, સુઆયોજિત રીતે રીતે તૈયાર કરવામાં આવેલી દેવામાફી યોજનામાં નાના ખેડૂતો, શિલ્પકારો, નાના ધંધાર્થીઓ અને અન્ય લોકોના દેવાનો સમાવેશ કરવામા આવશે.
આ યોજના લાગુ કરવા માટે ઇનસોલ્વંસી એન્ડ બેંકરપ્ટસી કોડ ના ઘણા ફિચરમાં બદલાવ કરવામાં આવશે. યોજના થકી એક નાણાકીય વર્ષમાં ૨૦ હજાર કરોડ કે તેનાથી વધારે ખર્ચ થઈ શકે છે. પરંતુ તેનાથી લાખો લોકોને ફાયદો થઇ શકે છે. ઊલ્લેખનીય છે કે, અત્યારે નાના લોનધારકોને આવી કોઈ રાહત આપવામાં આવતી નથી અને આ યોજના લાગુ કરવા માટે પર્સનલ ઇનસોલ્વંસી ચેપ્ટરમાં થોડા સુધારા કરવા પડશે.કોર્પારેટ મંત્રાલયએ આશા વ્યક્તિ કરી છે કે આવનાર ત્રણ મહિનામાં આ યોજનાને આખરી રૂપ આપવામાં આવશે. આ રીતે યોજના આવનારી સરકાર સામે લાગુ કરવા માટે તૈયાર રહેશે.આ યોજનાનો લાભ લેવા માટે ઇનસોલ્વંસી એન્ડ બેંકરપ્ટસી બોર્ડ ઓફ ઇન્ડિયામાં એક ઓનલાઇન પ્રક્રિયા અંતર્ગત કામ કરવામાં આવશે અને તેમાં મળેલી અરજીઓ પર વિચાર કરવા માટે એક અલગ ટીમ હશે. માત્ર આ પ્રકારના દેવામાફી માટે અલગ સેલ બનાવવામાં આવે છે.

Related posts

રખડતી ગાયોની સંભાળની વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આદેશ

aapnugujarat

नौजवान रास्ता देख रहे हैं कि सरकार कुछ अच्छा करे : प्रियंका

aapnugujarat

મુંબઇમાં સપ્ટેમ્બરમાં રેકોર્ડ વરસાદ : લોકો ભારે પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1