Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂત અને સેનાને મળી શકે છે બમ્પર ભેટ, મોદી સરકાર ખર્ચ કરશે ૨૭ લાખ કરોડ રૂપિયા

મોદી સરકારના અંતિમ બજેટમાં રજૂ થવાને આડે હવે થોડા દિવસ બાકી રહ્યાં છે. સરકારના આ અંતિમ બજેટમાં એવી સંભાવના સેવાઈ રહી છે કે સરકાર આ બજેટમાં પોતાના સૂટકેટની ચાવી ખોલીને ખેડૂત અને ગ્રામ્ય લોકોને વિશેષ ભેટ આપી શકે છે.
નાણાં મંત્રાલયના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સરકારના આ બજેટ ૨૭ લાખ કરોડ રૂપિયાનુ હોઈ શકે છે. મનાઈ રહ્યું છે કે આ બજેટમાં સરકાર ધરતીપુત્રો અને સંરક્ષણ વિભાગની થેલી ભરી શકે છે. ખાસ કરીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ સંબંધિત યોજનાઓ પર વધુ રકમ ફાળવવાની આશા છે. આશા સેવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર અમૂક એવી જોગવાઈ કરી શકે છે કે જે અત્યાર સુધી કોઈ અંતિમ બજેટમાં જોવા નહીં મળી હોય.
મીડિયા રીપોર્ટ મુજબ આ બજેટમાં સરકાર અલગ-અલગ મંત્રાલયોને સીમાથી ૧૦ થી ૧૧ ટકા સુધી વધારી શકે છે. નાણાં મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો મુજબ, આશા સેવાઈ રહી છે કે ૨૦૧૯-૨૦ નાણાંકીય વર્ષ માટે બજેટનો આકાર ૨૭ લાખ કરોડ હોઇ શકે છે. અહીં તમને જણાવવાનું કે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારે સામાન્ય બજેટનો આકાર ૨૪.૨ લાખ કરોડનો રાખ્યો છે. સરકારનુ આ છેલ્લુ બજેટ છે અને બજેટ બાદ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર બજેટમાં દરેક પ્રકારની લલચામણી જાહેરાત કરી શકે છે. ખાસ કરીને દેશના ખેડૂતો અને સેનાના જવાન પર ધ્યાન કેન્દ્રીત થઇ શકે છે. તેથી મનાઈ રહ્યુ છે કે આ બજેટ લીકથી અલગ રહેવાનુ છે.બજેટમાં દર વર્ષે સરકારનો પ્રયત્ન રહે છે કે બજેટનો આકાર જીડીપીના અનુપાતઓછોરાખવામાં આવે. ચાલુ નાણાંકીય વર્ષમાં બજેટનો આકાર જીડીપીના લગબગ ૧૩ ટકા છે. પરંતુ મનાઇ રહ્યું છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં તેને ઘટાડીને ૧૨.૭ ટકા કરી શકાય છે. અહીં જણાવવાનું કે નાણાંકીય વર્ષમાં ૨૦૦૯-૧૦માં સરકારના બજેટનો આકાર જીડીપીના ૧૫.૮ ટકા હતો, જેને ઘટાડીને હવે ૧૩ ટકા પર લાવવામાં આવ્યો છે.ગત બજેટમાં ખેડૂતો અને સંરક્ષણ ક્ષેત્રને તેમના મન મુજબ બધુ મળી શક્યુ નહતું. ખાસ કરીને ડિફેન્સ સેક્ટર સંપૂર્ણ રીતે અસંતુષ્ટ હતું. બજેટમાં આ ક્ષેત્રો પર ધ્યાન એટલા માટે રાખવાની સંભાવના છે કે ગત બજેટ બાદ આ બંને ક્ષેત્રએ અમૂક સવાલ પણ ઉભા કર્યા હતાં.

Related posts

મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ : પાંચના મોત

aapnugujarat

પેન્શન એક અધિકાર છે કોઇ સબસિડી નથી : સુપ્રીમ

aapnugujarat

રાફેલ મુદ્દો ગજવવા રાહુલે બનાવી છ સભ્યોની સમિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1