Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેન્શન એક અધિકાર છે કોઇ સબસિડી નથી : સુપ્રીમ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે પેન્શન સાથે આધારને લીંક કરવાના નિર્ણય બદલ કેન્દ્ર સરકાર સામે જોરદાર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા બાદ આને લઇને કેન્દ્ર સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટે પેન્શન સાથે આધારને જોડવાને લઇને પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે, પેન્શન એક અધિકાર સમાન છે જ્યારે સબસિડી જુદી વસ્તુ છે. પેન્શન અધિકાર છે. કોઇ સબસિડી નથી જેથી તેને આધાર સાથે લિંક કરવાનો શુ મતબલ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે પણ આ સંદર્ભમાં કેટલાક ખુલાસા કર્યા છે. સર્વિસના વર્ષો માટે કોઇ વ્યક્તિને પેન્શનનો અધિકાર રહેલો છે. તેમાં આધાર સાથે કોઇ લેવા દેવા નથી. અરજીદારોની દલીલો પણ તર્કદાર રહી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણા બધા પેન્શનરોને લાભ મળી રહ્યા નથી. ટેકનિકલ અને ફિઝિકલ કારણોસર પેન્શનના લાભ મળી રહ્યા નથી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એકે શિકરી, એએમ ખાનવીલકર, અશોક ભૂષણની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો અને એટર્ની જનરલ કેકે વેણુગોપાલને વેધક પ્રશ્નો કર્યા હતા. કેન્દ્ર સરકાર શુ પેન્શન આપવાનો ઇન્કાર કરવા જઇ રહી છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આધાર નહીં હોવાના લીધે શું પેન્શનના અધિકારો અપાઈ રહ્યા નથી. આના જવાબમાં વેણુગોપાલે કહ્યું હતું કે, આધારને ફરજિયાત બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે પરંતુ ઘણા બોગસ પેન્શનરો પણ વર્ષો સુધી રિટાયર્ડમેન્ટ થયા બાદ પેન્શનના લાભ લઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ધ્યાન ગયા પછી આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સુપ્રીમનું કહેવું છે કે, પેન્શન એક અધિકાર છે. સામાજિક કલ્યાણ યોજના હેઠળ મળતા કોઇ સામાજિક લાભ નથી જેથી આધાર એક્ટ ૨૦૧૬ની કલમ ૭ હેઠળ આને કઇરીતે સામેલ કરી શકાય છે. ઘણા પેન્શનરો વિદેશમાં બાળકો સાથે સ્થાયી થઇ ગયા છે. આવી કેટેગરી પેન્શનરોને એમ કહી શકાય નહીં કે તેમને જ્યાં સુધી આધાર કાર્ડ રહેશે નહીં ત્યાં સુધી પેન્શન મંજુર કરવામાં આવશે નહીં. ઘણી બિમારીઓથી કેટલાક પેન્શનરો ગ્રસ્ત બનેલા છે.

Related posts

AIADMK meet of office bearers, leaders ay party HQ in Chennai

aapnugujarat

રેલવેને ટ્રેક પર મુકવા માટે જંગી મૂડીરોકાણની તૈયારી

aapnugujarat

सुशील मोदी ने PM को दी बधाई, कहा- केन्द्रीय मंत्रिमंडल में अनुभव और उत्साह का समन्वय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1